આપડા જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિના દોષો નિવારવા માટેના અનેક ઉપાયો બતાવેલ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તામારા હાથની કલાઈ પર અનેક પ્રકારના ધાગા તથા રક્ષાકવચ બાંધવાની પંરપરા છે. તમે જોયું હશે કે મંદિરોમાં હંમેશા પૂજારી ભક્તોના હાથમાં દોરો બાંધતા હોય છે. આ ધાગાને રક્ષા સૂત્રનું નામ પણ આપવામાં આવ્યું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે કાંડા પર બાંધેલા આ કવચ વ્યક્તિની અંદર હંમેશા સકારત્મક ઉર્જાનો સંચાર કરે છે. ઘણા લોકોને આ વાતની ખબર નહી હોય કે જો વ્યક્તિ પોતાના ઈષ્ટ દેવ પ્રમાણે દોરો બાંધે છે તો તેની તમામ સમસ્યા દૂર થઈ જાય છે. પંરતુ તેને બાંધવાની એક રીત હોય છે, જેનાથી પોતાની તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે.
આપડા પૌરાણિક ધર્મ ગ્રંથોમાં તેના વિશે સારી રીતે જણાવામાં આવ્યું છે. જ્યોતિષની અંદર રક્ષાસૂત્રનું અનેરું મહત્વ માનવામાં આવ્યું છે. કોઈ પણ પૂજા પહેલા પંડિત પણ કેટલાંક વિશેષ મંત્ર ઉચ્ચારણની સાથે પૂજા કરનાર વ્યક્તિના હાથ પર રક્ષાસૂત્ર બાંધે છે. એટલા માટે જો હાથ પર દોરો બાંધેલો રહે તો તેને પૂરા વિધિ-વિધાન સાથે બાંધવો, જેથી તમને તેનો લાભ પ્રાપ્ત થાય.
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ભગવાન અને ગ્રહ પ્રમાણે અલગ અલગ રંગ અને ધાગાનું રક્ષાસૂત્ર બાંધવાનું વિધાન લખવામાં આવ્યું છે. જાણે ક્યા ગ્રહ અને દેવતાને ક્યો રક્ષા સૂત્ર બાંધવો જોઈએ?
શનિ-
ભગવાન શનિ માટે વાદળી રંગ શુભ માનવામાં આવે છે.આથી તેની કૃપા માટે વાદળી રંગનો સૂતરનો દોરો બાંધવો જોઈએ.
બુધ-
બુધ ગ્રહ માટે લીલા રંગનો સોફ્ટ દોરો બાંધવો જોઈએ.
ગુરુ અને વિષ્ણુ-
ગુરુ ને મંગલકારી ગ્રહ માનવામાં આવે છે આથી ગુરુના ગ્રહ માટે હાથમાં પીળા રંગનો રેશમી દોરો બાંધવો જોઈએ.
ચંદ્ર અને શિવ-
મસ્તક પર ચંદ્ર ધારણ કરેલ ભગવાન શિવની કૃપા અથવા ચંદ્રના સારા પ્રભાવ માટે સફેદ દોરો બાંધવો જોઈએ.
શુક્ર અને લક્ષ્મી-
શુક્ર એ ધનની દેવી લક્ષ્મી નો ગ્રહ છે આથી લક્ષ્મીની કૃપા માટે સફેદ રેશમી દોરો બાંધવો જોઈએ.
રાહુ-કેતુ અને ભૈરવ-
રાહુ-કેતુ અને ભૈરવ માટે કાળો રંગ શુભ મનાય છે આથી તેની કૃપા માટે કાળા રંગનો દોરો બાંધવો જોઈએ.
મંગળ અને હનુમાન-
પવનપુત્ર તથા શ્રી રામ ભક્ત હનુમાન અથવા મંગળ ગ્રહની કૃપા માટે લાલ રંગનો દોરો હાથમાં બાંધવો જોઈએ.
ઉપર બતાવ્યા મુજબ દરેક વ્યક્તિએ જે તે ભગવાન ની કૃપા મેળવવા માટે દોર ભાન્ધાવાનો હોય છે. આ માટે સુથી પહેલા તમે જે ભગવાનું દોરો ધારણ કરવા માંગો છો તે ભગવાનના વારે મંદિરમાં જી ભગવાન ની પૂજા કરાવી.
કાંડા પર દોરો બાંધવા માટે તમે આ દોરને અગવાથી પણ લઈને રરાખી શકો છો. હવે ભગવાન ની પૂજા કાર્ય બાદ તેનું ધ્યાન ધારી તમે લીધેલા આ દોરને ભગવાનના ચરણોમાં અર્પણ કરવો, ત્યાર બાદ મંદિર ના પુજારીને યથા યોગ્ય દાન કરવું અને ત્યાર બાદ ભગવાનના ચરણોમાં ચડાવેલા આ દોરને પૂરી શ્રદ્ધા થી તમારી કલાઈ પર બંધાવો.
આમ પૂરી વિધિવત રીતે અને શ્રદ્ધા થી ભગવાનના ચરણોમાં અર્પણ કરેલા દોરને તમારા કાંડામાં ધારણ કરવાથી તમને તેના યોગ્ય લાભ અવશ્ય થશે. આ દોરો તમારા માટે એક પ્રકારના રક્ષા કવચ નું કામ કરશે અને તમને દરેક મુશ્કેલીઓ માંથી ઉગારશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.