શા માટે અક્ષય કુમાર પૂરી દુનિયા થી છુપાવે છે પોતાની દીકરી નો ચહેરો? જાણો શું છે કારણ.

દરેક માતા-પિતા ચાહતા હોય છે કે, તેના દીકરાને ખૂબ જ સારી જિંદગી મળે. તથા તે દુનિયાની અંદર ખૂબ જ નામ રોશન કરે. અને પોતાનું નામ પણ રોશન કરે. પરંતુ સામાન્ય લોકો ના દિકરા વારંવાર ટીવી અને મીડિયા પર છવાયેલા રહેતા નથી. તેની સામે જો વાત કરીએ મોટા મોટા સેલિબ્રિટીની તો બોલિવૂડ સ્ટાર ના છોકરાઓ પણ ટીવી અને ન્યુઝ પેપર છવાયેલા રહેતા હોય છે. મોટાભાગના સેલિબ્રિટીઓ કોઈને કોઈ કારણથી પોતાના સંતાનોને મીડિયા સામે હાઈડ કરતા રહે છે. જેને કારણે તે દુનિયાની અંદર પ્રખ્યાત થતા જાય.

પરંતુ આ જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા લોકો એવા પણ છે કે, જે પોતાના સંતાનોને મીડિયા સામે આવવા દેતા નથી. અને બને તેટલી કોશિશ કરે છે કે, પોતાના સંતાનો મીડિયાથી અને ન્યૂઝપેપર થી દૂર રહે. અને એવા જ બોલિવૂડના એક એક્ટર છે અક્ષય કુમાર. બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર પોતાની દીકરી નો ચહેરો મીડિયાથી હંમેશાને માટે રાખે છે છુપાવીને તો ચાલો જાણીએ શું છે તેની પાછળનું કારણ.

શું છે તેનું કારણ

હકીકતમાં અક્ષય કુમાર પોતાની ચાહીતી બેટી નીતારા ના ભવિષ્ય માટે તે ખૂબ જ ચિંતિત હોય છે. અક્ષય કુમાર એવું નથી ઇચ્છતા કે નાનપણથી તેની દીકરી મીડિયાની સામે આવી અને સુર્ખીઓમાં છવાઈ રહે. અક્ષય કુમાર એવું ઇચ્છે છે કે, તેની દીકરીને કોઈ સ્ટાર તરીકે ટ્રીટ કરવામાં ન આવે. પરંતુ તેને એક સામાન્ય છોકરી તરીકે જ ટ્રીટ કરવામાં આવે છે. એને કારણે સામાન્ય છોકરી દ્વારા માણવામાં આવતી દરેક ખુશી નો લાભ લઇ શકે.

અક્ષય કુમાર બોલીવુડ ના બીજા અભિનેતાઓથી કંઈક જુદું જ વિચારે છે. મોટેભાગે બોલીવુડના એકટરો એવું ઇચ્છતા હોય છે કે, પોતાના સંતાનો પણ તેની પાછળ બોલીવુડ ની અંદર જ કામ કરે. પરંતુ અક્ષય કુમાર તેનાથી કંઈક અલગ જ વિચારે છે. અક્ષય કુમાર એવું વિચારે છે કે, પોતાની પુત્રીને તેના સપના પુરા કરવા માટેનો પૂરતો સમય મળવો જોઈએ આથી જ તે અક્ષય કુમાર પોતાની દીકરીને ભણવામાં પણ પૂરેપૂરી મદદ કરે છે.

અક્ષય કુમાર એવું ઇચ્છે છે કે, તેની દીકરી ભણીગણીને ખૂબ જ હોશિયાર બને તથા પોતાના સપનાઓને પૂર્ણ કરે. અક્ષયકુમાર જબરદસ્તી તેને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર લાવવા માગતો નથી. પરંતુ તે તેવું ઈચ્છે છે કે, પોતાની દીકરી તેના મનમાં જે સપના હોય તે પૂર્ણ કરે. અને આથી જ અક્ષય કુમાર સતત એવું ઇચ્છતો હોય છે કે, તેની દીકરી સોશિયલ મીડિયાથી કઈ રીતે દૂર રહે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *