જુઓ સંસદની કેન્ટિનમાં જમવાની વાનગીઓના ભાવ, તેની બિરયાની નો ભાવ તમે પણ રહી જશો દંગ.

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશની એવી કેન્ટીન વિશે કે જે દેશની સૌથી સસ્તી કેન્ટીન છે. આ કેન્ટીન આવેલી છે ભારતના પાર્લમેન્ટની અંદર. આ કેન્ટીન ની અંદર ખાવાની વસ્તુ એટલી સસ્તી મળે છે કે તેનું પ્રાઈઝ લિસ્ટ જોઈને રસ્તા પર ઊભેલા ભિખારીને પણ આ રેસ્ટોરેન્ટની અંદર ખાવાનું મન થઈ જાય.

પરંતુ ભારત દેશની સંસદ ની અંદર આવેલી આ કેન્ટીન ની અંદર સામાન્ય વ્યક્તિને ભોજન લેવાની મનાઈ છે. કેમકે આ કેન્ટીનની અંદર માત્ર એ જ વ્યક્તિઓ ભોજન લઇ શકે છે કે જે દેશને ચલાવે છે. એટલે કે આ કેન્ટીન માત્ર અને માત્ર ભારત દેશના નેતાઓ માટે બનાવવામાં આવેલી છે. અને સ્વાભાવિક છે કે જે કેન્ટીન ની અંદર નેતાઓ માટે રસોઇ બનતી હોય તેનો સ્વાદ તો કંઈક અનેરો જ હોય. પરંતુ દરેક લોકોના મનમાં એવું હશે કે જે જગ્યાએ નેતાઓ માટે ભોજન બને છે તે કેન્ટીનના ભાવ ખૂબ જ વધુ હશે. પરંતુ એવું નથી. આજે અમે આપને બતાવી રહ્યા છીએ ભારતની સંસદમાં આવેલી આ કેન્ટીનનું પ્રાઈઝ લિસ્ટ જેની અંદર દરેક વસ્તુના ભાવ જોઈને તમે પણ રહી જશો દંગ.

મિત્રો કેન્ટીન માં અંદાજે ૭૫ થી પણ વધુ વસ્તુઓ બનાવવામાં આવે છે. જેની અંદર સામાન્ય ચા કોફી નાસ્તો થી માંડીને વેજ બિરયાની, ચિકન બિરયાની અને મટન બિરિયાની સુધીની વસ્તુઓ બને છે. આ જગ્યાએ તમને ફુલ ડીસ જમવાની સુવિધા પણ મળે છે. તથા છૂટક નાસ્તો કરવાની સુવિધા પણ મળે છે. પરંતુ કેન્ટીન ની અંદર જો તેની ફુલ ડિઝની કિંમતની વાત કરીએ તો તે છે માત્ર ૨૯ રૂપિયા. જી હા મિત્રો બજારની અંદર જે થાળી ના ભાવ ૫૦૦ થી ૭૦૦ રૂપિયા હોય તે ડીસ સંસદની અંદર મળે છે માત્ર 29 રૂપિયા માં છે ને નવાઈની વાત.

જો સંસદની કેન્ટિનની અંદર મળતી બીજી વસ્તુઓ ના ભાવ ની વાત કરીએ તો આ કેન્ટીન ની અંદર ચા માત્ર એક રૂપિયામાં મળે છે॰ મસાલા ઢોસા ના છ રૂપિય. સુપના સાડા પાંચ રૂપિયા, ભાત ની ડીશ ના બે રૂપિયા, 1 રૂપિયા ની રોટલી, 1.5 રૂપિયાની દાળ. વેજીટેબલ પુલાવ માત્ર 18, રૂપિયા વેજીટેબલ ડીસ 12.5 રૂપિયા, ચિકન કરી 20 રૂપિયા, મટન કરી 29 રૂપિયા. અને ચિકન બિરયાનીના માત્ર ૫૧ રૂપિયા ભાવ છે.

મિત્રો જે સાંસદના પગાર એસી એસી હજાર રૂપિયા છે તેવા સાંસદો આ કેન્ટીન ની અંદર માત્ર 50 રૂપિયામાં જ પોતાનું પેટ ફુલ કરી શકે છે. આશા છે કે આ કે ની અંદર દેશના આમ નાગરિકને પણ ભોજન કરવાનો મોકો મળે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *