સંજય દત્ત ની જીવન કથા પર આધારિત મુવી સંજુ ના કારણે તેના ઘરમાં થયો ઝગડો… જાણો આખી હકીકત

તાજેતરમાં જ બોલિવૂડ ના ડિરેક્ટર રાજકુમાર હિરાની દ્વારા બનાવવામાં આવેલ સંજય દત્ત ની જીવન કથા પર આધારિત મુવી સંજુ રિલીઝ થઈ છે. આ મુવીમાં સંજય દત્ત ની જીવન કહાની માં આવેલા ચડાવ-ઉતાર વિશે દર્શાવવામાં આવ્યું છે. આજે બોલિવૂડના બોક્સ ઓફિસ પર આ મૂવી ધૂમ મચાવી રહી છે.

આ મુવી ની અંદર સંજય દત્ત ની ઈમેજને ખૂબ જ ઉજળી બતાવવામાં આવી છે. તથા સમગ્ર મુવી દરમિયાન સંજય દત્ત ના ભરપૂર ગુણગાન ગાવામાં આવ્યા છે. આની અંદર સંજય દત્ત ના જીવન સાથે જોડાયેલા અનેક મહત્વના પ્રસંગો નું વર્ણન કરવામાં આવ્યું છે.

પરંતુ અમુક લોકોના માનવા પ્રમાણે સંજય દત્ત ની રીયલ લાઈફ ની અંદર થયેલા અનેક પ્રસંગો આ મુવી ની અંદર દબાવી દેવામાં આવ્યા છે, તથા તેને પબ્લિકની સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી. જેના કારણે સંજય દત્ત ની રીયલ જિંદગીથી જોડાયેલા અનેક લોકો નારાજ થયા છે અને તેમાંના એક વ્યક્તિ છે સંજય દત્તની દીકરી ત્રિશલા દત્ત.

ત્રિશલા દત્ત સંજય દત્ત ની પહેલી પત્ની રિચા શર્મા ની દીકરી છે, જે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પિતા સંજય દત્તની અનેક તસ્વીરો વારંવાર મુક્તિ રહે છે. પરંતુ સંજુ મુવી રિલીઝ થયા બાદ તેણે પોતાના સોશિયલ મીડિયા પર સંજય દત્ત ની એક પણ તસવીર પોસ્ટ કરી નથી જેની પાછળનું કારણ સંજય દત્ત તસાથે ની તેની નારાજગી છે.

ત્રિશલાની નારાજગીનું કારણ એ છે કે સંજય દત્તની બાયોપિક મા કોઈપણ જગ્યાએ તેની માતા રિચા શર્મા કે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સંજુ મુવી માં ફક્ત તેની ત્રીજી પત્ની માન્યતા અને તેના સંતાનો નો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુવીમાં ત્રિશલા અને તેની માતાનું સદંતર તિરસ્કાર કરવામાં આવ્યો છે. જેના કારણે ત્રિશલા પોતાના પિતા સંજય દત્તથી ખૂબ જ નારાજ છે.

પરંતુ હજી સુધી ત્રિશલાએ આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી કે નિવેદન આપ્યું નથી. આથી આ ચર્ચાનું કોઈ સત્તાવાર સમર્થન નથી, પરંતુ આપણે ત્યાં કહેવત છે કે, જો ધુમાડો નીકળતો હોય એનો મતલબ એ છે તે ક્યાંક આગ લાગેલ છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *