આજે સમગ્ર વિશ્વમા સ્કુલમાં અભ્યાસ કરતા અંદાજે ૬૦ થી ૯૦% બાળકો દાંત સંબંધી કોઇને કોઇ બીમારીથી પીડાતા હોય છે. વિશ્વમાં ૬૫ થી ૭૫ વર્ષની ઉંમરના ૩૦% લોકોને કુદરતી દાંત જ નથી.
અમુક સમયે દાંત સડી જાય પછી જ ધીમે ધીમે દુ:ખાવો શરૂ થતો હોય છે, માટે દાંતમાં કાળો ડાઘ દેખાય તો તુરત જ ડોકટરની સલાહ લેવી, પરંતુ દુ:ખાવો થાય તેની રાહ જોવી નહિ.
આ વસ્તુના સેવનથી થાય છે દાંતના રોગ
-સીગારેટ, તંબાકુ, ગુટખા અને દારૂના વ્યસનથી.
-વધુ પડતા ગળયા પદાર્થો ખાવાથી દાંતને જેટલુ નુકસાન થાય છે તેટલુ બીજા કોઇ પદાર્થોથી થતુ નથી. આથી ગળ્યા પદાર્થો જમ્યા પછી તરતજ મો વ્યવસ્થીત કોગળા કરી સાફ કરવું. અને શક્ય હોય તો બ્રશ કરી લેવો.
દાંતનો અથવા દાઢનો દુખાવો દુર કરવાનાં ઉપાય:
-તલનાં તેલમાં થોડું નિમક મેળવીને દાંતે ઘસવું.
-જો તમારા દાંતનું પેઠું સોજી ગયુ હોય તો મીઠા અને હળદરનો પાવડર ને ભેળવીને પેઢા પર ઘસવું.
-ખાવન વાળા અને સડીગયેલા દાંતના પોલાણમા લવીંગ અને કપુર વાટી દબાવી દેવાથી આરામ મળે છે.
-લવિંગ અને તલનાં તેલનું રૂ વાળું પોતુ સળેલી દાઢ ઉપર મુકવાથી તેની પીડા મટે છે.
-જો તમારા દાંતનું પેઢું સોજી ગયુ હોય તો નાલીયેરની છાલનો ઉકાળો કરી, તે પાણી ઠંડું પડી જાય ત્યાર બાદ તેને ગાળીને તેના કોગળા કરવા.
-સરગવાનો માથી ગુંદર કાઢી અને પોલા દાંતમાં ભરવાથી દાંતનો દુખાવો મટે છે.
-લવીંગના તેલમાં રુનું પુમડું પલાળી પોલી દાઢ પર કે દુખતા દાંત પર દબાવી રાખવાથી દાંતનો દુખાવો મટે છે.
-હીંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાત નો દુખાવો મટે છે.
-દાંતના પોલાણમાં હીંગ અથવા અક્કલગરો ભરવાથી દાંતની પીડા દુર થાય છે.
-રાયણમાંથી નીકળતું દુધ દુખતી દાઢ પર લગાવવાથી દાંતનો દુખાવો મટે છે.
-પોલા થયેલા અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણમાં લવીંગ અને કપુર અથવા તજ અને હીંગ વાટી ભેગું કરી ભરી દેવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.
-દાંતમાં લાંબા સમય સુધી પરું ભરાઈ રહે અને સારવાર લેવામાં ન આવે તો મુળીયા પાસે પરુની ગાંઠ થઈ જાય છે. આ પરીસ્થીતીમાં પણ દાંતના મુળની સારવાર અને મુળચ્છેદ ઑપરેશન કરી દાંત બચાવી શકાય છે.
-આંકડાનું મુળ દાંતે ઘસવાથી દાંતની કળતર મટે છે.
-દાંત કે દાંતના પેઢામાં દુખાવો હોય તો ડુંગળીનો એક ટુકડો મોંમાં રાખી મુકવો. દરરોજ ભોજનમાં બંને સમય એક કાચી ડુંગળી ચાવી ચાવીને ખાવામાં આવે તો પણ દાંતની પીડામાંથી મુક્તી મળે છે.
-લીમડાની છાલ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતના પેઢામાં થતો દુખાવો મટે છે.
-જાયફળના તેલનું પુમડું સડેલા દાંતમાં રાખવાથી દાંતમાં રહેલા બૅક્ટેરીયા દુર થઈ દાંતનો દુખાવો મટે છે.
-હળદર અને મીઠું (નમક) લગાડવાથી દુખતા દાંતમાં લાભ થાય છે.
-તજના તેલ કે અર્કનું પુમડું પોલી કે દુ:ખતી દાઢમાં મુકવાથી દાત ના દુખાવા માંથી છુટકારો મળે છે.
-જાયફળના તેલનું પોતું દાંતમાં મૂકી રાખવાથી દાંતના જીવડાં મરી જઈ દાંતનો દુખાવો મટી જાય છે.
-લીમડાની કુણી કુંપળોનો ચાર-પાંચ ટીપાં રસ કાઢી લો અને પછી જે દાઢ દુખતી હોય તેની વીરુદ્ધના કાનમાં મુકવાથી દુખતી દાઢ મટે છે.
તો મિત્રો આ મહિતી ઉપયોગી થાય માટે અન્ય લોકો સાથે જરૂર share કરજો
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…