તમારા નામનો પ્રથમ અક્ષર તમારા વ્યક્તિત્વના કેટલાંય રાઝ ખોલી નાંખે છે. કદાચ તમને ખ્યાલ નહિ હોય પરંતુ તમે વ્યક્તિના નામના પહેલા અક્ષર પરથી તેના વિષેની કેટલીય વાતો આસાનીથી જાણી શકો છો. આજે અમે તમને S અક્ષરથી નામ શરૂ થતુ હોય તેવા લોકોની વિશેષતા જણાવવા જઈ રહ્યા છે.
૧. નેતૃત્વ ક્ષમતા
અંગ્રેજી આલ્ફાબેટમાં S અક્ષર 19મા નંબર પર આવે છે. અંકશાસ્ત્ર અનુસાર આ નંબર 1 અંતર્ગત આવે છે જે સ્વાભાવિક રૂપે નેતૃત્વના ગુણ આપનારો માનવામાં આવે છે.
૨. આત્મવિશ્વાસુ અને મહત્વકાંક્ષીઃ
Sથી નામ શરૂ થતુ હોય તેવા લોકો મહેનત કરવામાં માને છે. તે કોઈપણ કામ પૂરુ કરવામાં જીવ રેડી દે છે. તેમનો પોતાની જાત પર એટલો કંટ્રોલ હોય છે કે તે જેવું વિચારે તેને હાંસલ કરી શકે છે. તેમનામાં સ્વાભિમાન અને સાહસના ગુણો જન્મજાત હોય છે.
૩. બુદ્ધિમાનઃ
આ અક્ષરથી શરૂ થનાર નામ વાળા સ્ત્રી કે પુરુષ, બંને ખૂબ જ બુદ્ધિમાન હોય છે. પોતાના બૌદ્ધિક ગુણોને લીધે તે જ્ઞાનને ખૂબ જ મહત્વ આપે છે. તેમને કોઈપણ ચીજ ખૂબ જ મહેનત કર્યા બાદ મળે છે. આથી જ તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થાય છે.
૪. ઈમાનદાર અને પ્રતિભાશાળીઃ
આ અક્ષર વાળા લોકો પ્રતિભા ધરાવે છે. નવો પ્રોજેક્ટ હોય કે ક્રિએટિવીટીની જરૂરિયાત, Sથી નામ શરૂ થતુ હોય તેવા લોકોનું દરેક કદમ નવુ અને પ્રભાવશાળી હોય છે. તે ઈમાનદાર હોય છે એટલે સાચુ બોલવાનું પસંદ કરે છે. તે બીજાના કામ માટે તેમને ક્રેડિટ પણ આપે છે.
૫. સુંદર અને આકર્ષકઃ
દેખાવમાં આ લોકો ખૂબ જ સુંદર હોય છે અને તેમની પર્સનાલિટી પણ આકર્ષક હોય છે. તેમની બોલવા-ચાલવાની શૈલીથી માંડીને કપડા પહેરવાની રીતભાત સુધી દરેક વસ્તુ એટલી વ્યવસ્થિત હોય છે કે લોકો તેમનાથી પ્રભાવિત થયા વિના નથી રહી શકતા.
૬. પ્રેમસંબંધઃ
ઈમાનદાર હોવાને કારણે સંબંધો, કાર્યક્ષેત્ર કે વ્યવસાયમાં તે સંપૂર્ણપણે વફાદાર હોય છે. પ્રેમ કે વૈવાહિક સંબંધોમાં પણ વફાદારી નિભાવવી આ લોકોની પ્રાથમિકતા હોય છે. પરંતુ તે રોમેન્ટિક નથી હોતા. તે રિલેશનશીપમાં પણ પોતાનો દબદબો જાળવી રાખવાનું પસંદ કરે છે. એટલે જ કેટલીક વાર તેમના પ્રેમ-સંબંધ લાંબા ટકી નથી શકતા.
૭. ગુસ્સા અને તુમાખીવાળાઃ
કેટલીક ખૂબીઓ સાથે S અક્ષર વાળા લોકોની ખામી એ હોય છે કે તે તુંડમિજાજી હોય છે. તે તરત જ ગુસ્સે થઈ જાય છે અને સમય-જગ્યા જોયા વિના ગુસ્સો વ્યક્ત પણ કરી દે છે. આ કારણે તેમણે ઘણીવાર દોસ્તી, બિઝનેસ તથા સંબંધોમાં તણાવનો સામનો કરવો પડે છે.