દરેક લોકો એવું ઇચ્છે છે કે તે કાયમી માટે સ્વસ્થ રહે અને તેનું શરીર પણ કાયમી માટે મજબૂત રહે. આથી જ લોકો સવાર સવારમાં કસરત કરે છે યોગ કરે છે અને હંમેશા સ્વાસ્થ્યપ્રદ ખોરાક લે છે. ઘણા લોકો સવારના પોરમાં જ અમુક એવી સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે કે જેથી આખો દિવસ તે થાકનો અનુભવ અને હંમેશાં એ માટે રહે સ્વસ્થ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક વસ્તુ કે જે સવારમાં ઉઠતાંવેત ભૂખ્યા પેટે ખાવાથી થશે તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ.
આપણે દરેક લોકો ચણાના ગુણ થી તો પરિચિત છીએ જ. ચણાની અંદર રહેલા પોષક તત્વો તમારા શરીરની અંદર નવી શક્તિનો સંચાર કરે છે. ઘણા લોકો ચણાને અનેક રીતે ખાય છે. આપણે ત્યાં ચણાની વિવિધ વાનગીઓ જેવી કે ચણાનું શાક, છોલે ચણા, છોલે ભટુરે તથા ફણગાવેલા ચણા ખાવામાં આવે છે અને આ ચણા આપણા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
પરંતુ જો રોજ સવારે ભૂખ્યા પેટે આ જ ચણાને પલાળીને ખાવામાં આવે તો તે આપણા શરીરને સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે વઘારેલા કે બાફેલા ચણા ની અંદર તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે. આથી જ જો સવારના પોરમાં ફક્ત પાણીમાં પલાળેલા ચણા ખાવા માં આવે તો તમને અનેક રીતે ફાયદો થાય છે. તો ચાલો જાણીએ સવારમાં પાણીમાં પલાળેલા ચણા ખાવાથી તમારા શરીરને થતા ફાયદાઓ.
1. જે લોકો પોતાનું વજન વધારવા માંગતા હોય અને પોતાના દુબળા-પાતળા શરીરને હુસ્ટ-પુષ્ટ બનાવવા માગતા હોય તેવા લોકો રોજ સવારમાં પલાળેલા ચણા ખાઈ તો તે થોડા દિવસોમાં પોતાના શરીરમાં ફેરફાર જોઈ શકે છે. અને તેનું શરીર માં નવું લોહી બને છે અને ધીમે ધીમે તેનું વજન પણ વધવા લાગે છે.
2. સવાર સવારમાં કસરત કર્યા બાદ આ પલાળેલા ચણા ખાવાથી તમારા શરીરની એનર્જી જળવાઈ રહે છે. તથા તમારી માંસપેશીઓ વધારે મજબૂત થાય છે જેથી તમારું શરીર કસવા લાગે છે.
3. ચણાને રેચક માનવામાં આવે છે. આથી જો રોજ સવારે એક મુઠ્ઠી પલાળેલા ચણા ખાવામાં આવે તો તે તમારી કબજીયાતની સમસ્યાને દૂર કરે છે અને તમારા પેટને સાફ કરે છે. આથી લોકો પેટને લગતી સમસ્યાઓથી પીડાતા હોય તો તેમાં તેને રાહત મળે છે.
4. પલાળેલા ચણા માં વિપુલ માત્રામાં કેલ્શિયમ હોય છે. આથી રોજ સવારે એક વાટકી જેટલા પલાળેલા ચણા ખાવાથી તમારા શરીરને જરૂરી એટલું બધું જ કેલ્શિયમ તેમાંથી મળી રહે છે. જેને કારણે તમારા હાડકા મજબૂત બને છે.
5. રોજ સવારે નાના બાળકોને એક મુઠી જેટલા પલાળેલા ચણા ખવડાવવા થી બાળકનો વિકાસ સારો થાય છે તથા બાળક શારીરિક રીતે મજબૂત બને છે.
આમ રોજ સવારે આ પલાળેલા ચણા ખાવાથી તમારા શરીરને અનેક ફાયદાઓ થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.