રોડ ઉપર પડેલા સિગરેટ ના ઠૂઠિયા વીણીને કરે છે લાખોની કમાણી!! જાણો કઈ રીતે?

આજની યુવા પેઢી મોટેભાગે સિગરેટ ફૂંકવાનું પસંદ કરતી હોય છે. પરંતુ તે એ નથી જાણતા કે સિગરેટ ની સાથે તે પોતાની જિંદગીને પણ ફૂટતા હોય છે. આજે હજારો યુવાનો સિગરેટના ધુમાડાની સાથે પોતાના પૈસા અને સ્વાસ્થ્ય ને વેડફી નાખે છે. પરંતુ તેની સામે જ હજારો નવયુવાનો એવા પણ છે કે જે આ જ સિગરેટની માંથી લાખો રૂપિયાની કમાણી પર કરે છે અને સાથે સાથે પર્યાવરણનું સ્વાસ્થ્ય પણ સુધારે છે.

આજે અમે એક એવી કંપની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને થોડાક નવયુવાન મિત્રો દ્વારા ચલાવવામાં આવે છે. આ નવયુવાન મિત્રો રોડ પર પડેલ સિગરેટના વધારાના ઠૂઠિયા ને ઉપાડીને તેનું રીસાયક્લિંગ કરે છે. અને તેના દ્વારા તે વિવિધ જાતની પ્રોડક્ટ બનાવે છે. જેની અંદર અમુક પોષણક્ષમ ખાતર તથા સોફાના સ્પંચ નો પણ સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ શું છે આ કંપની અને શું બનાવે છે.

અમે જે કંપનીની વાત કરી રહ્યા છીએ તે કંપનીનું નામ છે કોડ એન્ટરપ્રાઇઝ એલ.એલ.પી. આ કંપની શરૂ કરવાનો સૌથી પહેલાં વિશાલ કનેટ નામના એક નવયુવક ને આવ્યો હતો. આ માટે સૌથી પહેલા આ કંપનીના લોકો દ્વારા ઠેરઠેર જગ્યાએથી સિગરેટના વધેલા ઠૂઠિયા ને ભેગા કરવામાં આવતા હતા. આ ઉપરાંત આ કંપની દ્વારા અનેક જગ્યાએ પોતાના એવા બોક્સ પણ લગાવવામાં આવ્યા હતા કે જેની અંદર સિગરેટના વધારાના ઠૂઠિયા ને ફેકી દેવામાં આવે. જે જગ્યાએ લોકો સૌથી વધારે સિગરેટ પીતા હતા તેવા જગ્યાએ આવા બોક્સ ફીટ કરવામાં આવ્યા હતા.

આ કંપની દ્વારા આ બોક્સ નું નામ રાખવામાં આવ્યું હતું વેલ્યુ બીન્સ. જ્યારે લોકો સિગરેટ પીલે ત્યારબાદ તેનું વધારાનું ફિલ્ટર આ બીન્સ ની અંદર એકઠું કરવામાં આવતું હતું અને ત્યારબાદ આ કંપનીના લોકો તે બોક્સ ને અંદર ભેગા થયેલા સિગરેટ ના ફિલ્ટર ને પોતાની સાથે લઈ જતી હતી.

હવે આ કંપની દ્વારા ભેગા થયેલા એ સિગરેટ ના ફિલ્ટર ને તે કંપની દ્વારા પ્રોસેસ કરવામાં આવતી હતી. જેની અંદર થી તે ત્રણ વસ્તુ બનાવતા હતા. આ ફિલ્ટર ના ત્રણ ભાગમાં નો પહેલો ભાગ હતો રાખ, બીજો હતો તમાકુ પેપર અને ત્રીજો હતો સિગરેટ ના ફિલ્ટર. આ કંપની દ્વારા સિગરેટના આ વધારાના ફિલ્ટરમાંથી આ ત્રણેય વસ્તુ ને અલગ અલગ કરી આ ત્રણેય વસ્તુ માથી અલગ અલગ ત્રણ પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી.

જેની અંદર સિગરેટની રાખમાંથી ફાયર બ્રિક્સ બનાવવામાં આવે છે. તમાકુ અને કાગળ માંથી ખાતર બનાવવામાં આવે છે અને તેના ફિલ્ટરમાંથી સોફાના સ્પંચ બનાવવામાં આવે છે. આ સિગરેટ માંથી બનાવવામાં આવેલું ખાતર માત્ર 20 થી 25 દિવસની અંદર તૈયાર થઈ જાય છે. જે ખેતર ની અંદર ખુબ જ ઉપયોગી છે. સિગરેટની અંદરથી બનાવવામાં આવેલું આ ખાતર તમે કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો.

તેના ફિલ્ટરને એકઠા કરીને તેની કેમિકલ પ્રોસેસિંગ કરીને તેમાંથી ફરીથી નવા સોફાના સ્પંચ બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેની સાથે રૂ ભેળવીને તેમાંથી ઘણી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે.

મિત્રો આ એક ખૂબ જ ઇનોવેટિવ આઇડિયા છે કે જેના દ્વારા પર્યાવરણને દૂષિત કરતી વસ્તુઓને ઉપયોગ કરીને તમે જીવનજરૂરી વસ્તુઓ બનાવી શકો. જેનાથી તમારું પર્યાવરણ તો ચોખ્ખું રહેશે પરંતુ સાથે સાથે તમને જીવનજરૂરી વસ્તુઓ પણ મળી રહેશે. એટલું જ નહીં પરંતુ આ વસ્તુઓ બનાવતી આ કંપનીને લાખોની કમાણી પણ કરે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *