આ રીતે બનાવો રીંગણાં બટેટાનું એકદમ ચટાકેદાર શાક.

મિત્રો દરેક લોકોએ રીંગણ બટેટા નું શાક ખાધું જ હશે કેમકે દરેક ગુજરાતીના ઘરમાં લગભગ દર અઠવાડીએ એક વખત રીંગણ બટેટા નું શાક બનેલું હોય જ છે. આ ઉપરાંત દરેક પ્રસંગમાં પણ રીંગણાં બટેટાનું શાક અવશ્ય હોય જ છે. સામાન્ય રીતે આપણે સાદુ રીંગણ બટેટા નું શાક બનાવતા હોઈએ છીએ પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આજ રીંગણ બટેટા ની એક એવી મસાલેદાર રેસીપી કે જે ખાધા બાદ તમે પણ ભૂલી જશો બીજા શાક તો ચાલો જાણીએ શું છે તેની રેસિપી.

સામગ્રી :-

  • બે સમારેલા રીંગણ
  • બે સમારેલા બટાકા
  • ૧ ઝીણી સમારેલી ડુંગળી
  • 2 લીલા મરચા
  • ૧ નાની ચમચી મેથી
  • એક ચમચી હળદર
  • એક ચપટી હિંગ
  • સાતથી આઠ લસણની કળીઓ
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી ધાણાજીરૂ
  • અડધી ચમચી આમચૂર પાઉડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • પા કપ પાણી
  • અડધો કપ તેલ

બનાવવાની રીત :-

સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. ત્યારબાદ તેલ બરાબર આવી જાય ત્યારે તેની અંદર મેથીના દાણા ઉમેરી દો. જેવા જ મેથીના દાણા થોડા શેકાઈ જાય એ ઉપરથી તેની અંદર ડુંગળી ઉમેરીને બરાબર પાકવા દો.

ત્યારબાદ તેની અંદર લીલું મરચું અને લસણ મેરી બરાબર સેકાવા દો હવે જ્યારે લસણ અને મરચાની જાય ત્યારબાદ તેની અંદર બટેટા અને રીંગણા ઉમેરી દો.

ત્યારબાદ તેના ઉપર સ્વાદાનુસાર મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું અને હિંગ ઉમેરી બરાબર હલાવો અને આ મિશ્રણને ઢાંકણ બંધ કરી અંદાજે 5 મિનીટ સુધી પાકવા દો.

પાંચ મિનિટ બાદ તેની અંદર થોડું પાણી ઉમેરી તેને ફરીથી ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દો.

ત્યારબાદ જ્યારે શાક પુરી રીતે પાકો આવે ત્યારે તેની અંદર આમચૂર પાઉડર ઉમેરી દો અને ગેસ બંધ કરી દો.

બસ આ રીતે તૈયાર છે એકદમ મસાલેદાર રીંગણાં બટેટાનું શાક.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *