મિત્રો આજ અમે દેરક ના ઘરે નડતી સમસ્યા માંથી એક એવી ભાત વધવાની સમસ્યા નો ઉકેલ લાવ્યા છીએ આજ અમે જણાવશું વધેલા ભાત બીજા દિવસે ખાવા ના ફાયદા એટલે તમને કાલના વધેલા ભાત ફેકવા નહિ પડે. તો ચાલો જાણીએ વધેલા ભાત બીજા દિવસે જમવાના ફાયદા.
દરેક ના ઘરે થોડા થોડા દિવસે ભાત તો વધતાજ હોય છે તો એક શોધ માં એવું જાણવા મળ્યું છે કે વાસી ભાત ખાવાના ઘણાબધા ફાયદા છે. આસામ એગ્રીકલ્ચર યુનિવર્સીટી દ્વારા એક શોધ માં જાણવા મળ્યું કે વાસી ભાત ને આખી રાત પાણી અંદર પાલડી ને જમવાથી ઘણા ફાયદા થાય છે.
આપને જે ૧૦૦ ગ્રામ ભાત ને રાંધીએ છીએ તેમાં ૩.4 મીલીગ્રામ આયર્ન હોય છે જો આપને સરખી માત્રામાં આખી રાત પાણી ની અંદર પાલાડી ને રાખીએ ઓછામાં ઓછુ ૧૨ કલાક અને સવારના નાસ્તામાં એ લઈએ તો તેમાં આયર્ન વધીને ૭૩.૯૧ મીલીગ્રામ થઇ જાય છે.
તેમેજ આયર્ન સાથે સાથે તેમાં સોડીયમ, પોટેસીયમ, કેલ્સિયમ, ની માત્રામાં વધારો થાય છે અને વાસી ભાત ની અંદર શક્તિ માં વધારો કરનાર સામગ્રી વધુ પ્રમાણમાં હોય છે. તેમજ સવારના નાસ્તામાં વાસી ભાત જમવાથી તાજગી માં વધારો થાય છે તેમેજ તમને અલ્સર થવાની શક્યતાઓ પણ ઓછી થાય છે.
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.