અહી આપણો સૌ કોઈનો ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો એટલેકે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના કેરેક્ટર્સ એટલેકે પાત્રો બધાને પસંદ છે અને શોની સાથે સાથે લોકોને શોના બધા કેરેક્ટર્સ સાથે પણ પ્રેમ છે અને લગભગ ૧૦ વર્ષથી ચાલી રહેલ આ સિરિયલના દરેક કેરેક્ટર્સને લોકો ખુબ પસંદ કરે છે. અને હવે શોમા ગોકુલધામના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે ને પણ લોકો ખુબ સારી રીતે જાણે છે અને આત્મારામ ભલે શોમા વધારે બોલતા હોય પરંતુ રિયલ લાઈફમા ખુબ અલગ છે તો ચાલો જોયે આત્મારામ ભીડે વિશેની ઘણી વાતો.
આત્મારામ તુકારામ ભીડેનુ સાચું નામ મંદાર ચંદવાદકર છે અને ૨૭ જુલાઈ ૧૯૭૬ ના રોજ મુંબઇમા તેઓ જન્મેલ છે અને મંદાર ચંદવાદકર ઇજનેર છે પરંતુ જયારે તે એક્ટિંગના પ્રત્યે પોતાના પ્રેમના કારણે નોકરી છોડીને મંદાર ચંદવાદકર એક અભિનયના શ્રેત્રમા આગળ આવી ગયા હતા.
અને જેના પછી તે મંદાર ચંદવાદકરે ઘણી બધી મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમા પણ કામ કર્યું છે. અને મંદાર ચંદવાદકરને સાચી ઓળખાણ તો સબ ટીવી સિરિયલના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી જ સેક્રેટરીના રોલથી મળી.
જયારે મંદાર અસલ જીવનમા એકદમ અલગ છે અને તેમના લગ્ન થઇ ચુક્યા છે અને તેને બાળક છે અને તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો તેની કુલ ૨૦ કરોડ રૂપિયાથી વધારાની સંપત્તિના માલિક છે અને ત્યા આત્મારામ તુકારામ ભીડે એટલે મંદાર ચંદવાદકરને ટીવી સીરિયલના એક એપિસોડ માટે ૪૫ હજાર રૂપિયા પ્રતિ એપિસોડ આપવામા આવે છે.
અને મંદાર ઘણી બધી લક્ઝરી કારોના માલીક છે અને મંદાર ચંદવાદકરે ઘણા એવોર્ડ સમારોહમા પણ પોતાના અભિનયના જલવા દેખાડ્યા છે અને શોમા તેઓ લોકોને ખુબ પસંદ કરે છે.