ભગવાન શ્રીરામના સમયમાં રાવણને રાક્ષસનો રાજા કહેવામાં આવતો હતો આપણે સૌ દશેરાના દિવસે આ ક્રૂર રાક્ષસના પુતળાનુ દહન કરીએ છીએ અને આમ કરીને આપણે રાવણ ના હીન કૃત્ય બદલ તેને દંડ આપીએ છીએ પરંતુ તમારા માંથી ઘણા ઓછા લોકો એવું જાણતા હશે કે રાવણ ખૂબ મોટો રાક્ષસ હોવા છતાં પણ એક મહાન પંડિત હતો તેને અનેક શાસ્ત્રોનું જ્ઞાન હતું તથા તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો.
રાવણ એટલો મહાન પંડિત હતો કે જ્યારે તે મૃત્યુ પામ્યો હતો ત્યારે ખુદ ભગવાન રામે લક્ષ્મણને આદેશ આપ્યો હતો કે તે રાવણ પાસેથી જ્ઞાન મેળવે આમ રાવણ પણ એક એવો મહાન વિદ્વાન હતો જેણે જીવન જીવવાના અને નિયમો દર્શાવ્યા છે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ અમુક એવા જ ઉપાય ની કે જેથી તમે જીવનમાં સફળતા મેળવી શકો છો.
– જે વ્યક્તિ મુશ્કેલી ના સમય દરમ્યાન પોતાના વડીલો અને ગુરુઓનું સાથ છોડી દે છે તે વ્યક્તિ જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી.
-કોઈપણ વ્યક્તિએ પોતાની જાતને ક્યારેય સર્વશક્તિમાનના માનવો જોઈએ કેમકે એવું ક્યારેય ન બની શકે કે વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશાં માટે જતો રહે આથી જો કોઈ વ્યક્તિ ને મનમાં એવો ભ્રમ હોય તો તે કાઢી નાખવો જોઈએ.
-રાવણ ના મત અનુસાર ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને પોતાનાથી નાનો ન સમજવો જોઈએ કેમ કે આમ કરવાથી કે સામેવાળાને ઉપેક્ષા કરે છે અને પોતે પણ હનુમાનજીને એક તુચ્છ ગણી ને છોડી દીધો હતો અને પાછળથી તે જ અને રાવણની સોનાની નગરી ને બાળીને ખાખ કરી દીધી હતી.
– રાવણ ના મત અનુસાર કોઈપણ વ્યક્તિએ બીજાની સમૃદ્ધિથી ઈર્ષ્યા ન કરવી જોઈએ કેમ કે બીજાની સુખ-સમૃદ્ધિ જોઈને ઈર્ષા કરનાર માણસ વિશ્વનો સૌથી ગરીબ માણસ મનાય છે.
– આમ તો રાવણે પણ કર્યું હતું પરંતુ તે સ્ત્રીઓ માટે ખૂબ જ માન અને મર્યાદા ધરાવતો મહાપંડિત હતો તેણે જણાવ્યું કે કોઈપણ પરણીત પુરુષ પોતાની પત્ની માટે નિમ્ન કક્ષાના અને ખરાબ શબ્દોનું ઉચ્ચારણ ક્યારેય ન કરવું જોઈએ પરણિત પુરુષો પોતાની પત્ની ને હંમેશા માન અને સન્માન આપવું જોઈએ તેને ક્યારેય પણ હડધૂત ન કરવી જોઈએ.
કેમકે રાવણ માનતો હતો કે સ્ત્રી એ પુરુષનો અડધુ અંગ છે સ્ત્રી એ પુરુષ નો સમાન જ મહત્વ ધરાવે છે આથી પુરુષે ક્યારેય પણ પોતાની પત્નીની ઉપેક્ષા ન કરવી જોઈએ.
આમ ભલે રાવણ એક રાક્ષસ હતો પરંતુ તે જ્ઞાનમાં પંડિતોનો પણ પંડિત હતો આથી રાવણના દર્શાવ્યા પ્રમાણેના આ અમુક નિયમોનું પાલન કરીને તમે પણ જીવનમાં મેળવી શકો છો સુખ સમૃદ્ધિ અને શાંતિ તથા સમાજમાં બની શકો છો પ્રતિષ્ઠાવાન.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.