આપણે દરેક લોકોએ રામાયણ ની કહાની તો વાંચી જ છે અને તેની અંદર રહેલી દરેક ઘટનાક્રમ વિશે આપણને માહિતી છે જ. તેની અંદર જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરવા આવે છે ત્યારે તે પોતાના પુષ્પક વિમાનની અંદર માતા સીતાનું હરણ કરીને લંકા લઈ જાય છે અને ત્યાં તેને બંદી બનાવી રાખે છે. ત્યારબાદ ભગવાન શ્રીરામ વાનરોની સેના લઈ આ લંકાપતિ રાવણ ને હરાવી દે છે અને માતા સીતા ને તેની કેદમાંથી છોડાવે છે.
જ્યારે ભગવાન શ્રી રામ નો વનવાસ પૂરો થાય છે ત્યારે તે પણ રાવણના એ પુષ્પક વિમાનની અંદર ફરીથી પાછા પોતાની રાજધાની અયોધ્યામાં પાછા ફરે છે. આમ અવારનવાર રામાયણની અંદર આપણે પુષ્પક વિમાન વિશે સાંભળ્યું છે અને એ વીમાન વિશે આપણે એવું જાણીએ છીએ કે તે એ સમયમાં કોઈપણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જવા માટે મદદરૂપ હતું. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ પુષ્પક વિમાન સાથે જોડાયેલી અમુક વસ્તુઓ વિશે.
રામાયણ ની અંદર આવતા આ પુસ્પકની વાત કરીએ તો આ પુષ્પક વિમાન રાવણના સોતેલા ભાઈ કુબેરનું હતું અને તેની પાસેથી બળજબરીથી છીનવી લીધું હતું. રાવણ જ્યારે આ પુષ્પક વિમાન નો ઉપયોગ કરતો હતો ત્યારે તે કોઈપણ એરપોર્ટ ઉપરથી તેને ઉડાવતો હતો કહેવામાં આવે છે કે રાવણ પાસે આ પુષ્પક વિમાન સિવાય પણ બીજા ઘણા વિમાનો હતા અને તેનો ઉપયોગ તે લંકા થી બીજી કોઈ જગ્યાએ જવા માટે કરતો હતો.
રામાયણ ની અંદર ઘણી જગ્યાએ આ પુષ્પક વિમાન વિશે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે રાવણના સમયમાં તેની રાજધાની લંકાની અંદર આ વિમાનોને લેન્ડ કરવા માટે અને ત્યાંથી ઉડ્ડયન માટે અલગ અલગ જગ્યાએ ૪ એરપોર્ટ આવેલા હતા. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ લંકાની અંદર આવેલા આ ૪ એરપોર્ટ વિશે.
થૉતૂપોલા કાંડા :-
આ શબ્દનો અર્થ એવો થાય છે કે એવી જગ્યા છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાની યાત્રાની શરૂઆત કરી શકે અને કાંડા નો મતલબ છે પહાડ. લંકા ની અંદર આવેલુ આ એરપોર્ટ સમુદ્રની સપાટીથી ૬૦૦૦ ફૂટની ઊંચાઈ ઉપર આવેલું હતું. એવું માનવામાં આવે છે કે આ જગ્યાએથી ઉડાવવામાં આવતા વિમાનો ટ્રાન્સપોર્ટ માટે વાપરવામાં આવતા હતા.
દંડ઼ુ મુન્નાર વિમાન :-
આ વિમાનનો ઉપયોગ રાવણ દ્વારા જ કરવામાં આવતો હતો જેનો અર્થ એવો થાય છે કે મોરની જેમ ઉડતું વિમાન.
વારિયા પોલા :-
વારિયા પોલા શબ્દ નો અર્થ એવો થાય છે કે એવી જગ્યા કે જ્યાંથી કોઈપણ વિમાન લેન્ડ કરી શકે કે ટેક ઓફ કરી શકે. રામાયણના સમયમાં જે જગ્યાએ એરપોર્ટ આવેલું હતું તે જગ્યાએ હાલમાં શ્રીલંકામાં પણ એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનેલું છે.
ગુરુ લુ પોઠા :-
લંકાની અંદર આવેલા આ એરપોર્ટની અંદર રાવણ પાસે રહેલા દરેક એરક્રાફ્ટની મરામત કરવામાં આવતી હતી આ જગ્યાએથી વિમાનને ફક્ત મત માટે જ લઈ જવામાં આવતા હતા.
અહીં બતાવવામાં આવેલા આ એરપોર્ટની પુષ્ટિ ગ્રંથની અંદર પણ મળી આવે છે. રાવણ ના સમયમાં આવેલા આ એ કોર્ટના અમુક અંશો જો અત્યારે પણ તે જગ્યાએ મોજૂદ છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.