રવા ઢોકળા
સવારે પરિવાર સાથે નાસ્તો કરવાની મજા જ કઈ ઓર હોય છે. એટલે મહિલાઓને નાસ્તો બનાવવામાં કંટાળો ન આવે એ માટે અને ફટાફટ નાસ્તો થઈ જાય તેના માટે અહીં ‘રવા ઢોકળા’ની રીત બતાવવામાં આવી છે. એટલે મહિલાઓ પણ ખુશ ને પરિવારના સભ્યો પણ ખુશ.
સામગ્રી–
-1 કપ રવો,
-1/2 કપ ખાટું દહીં,
-3/4 કપ પાણી,
-1 ટેબલ સ્પૂન તેલ,
-1/4 ટી સ્પૂન હળદર,
-1 ટી સ્પૂન આદુ-મરચાની પેસ્ટ,
-3/4 ટી સ્પૂન ફ્રુટ સૉલ્ટ,
-1ટેબલ સ્પૂન તેલ,
-1/4 ટી સ્પૂન રાઈ,
-1/2ટી સ્પૂન તલ,
-2 થી 3 લીલા મરચા ઝીણા સમારેલા,
-1 ચપટી હીંગ,
-5 થી 7 નંગ પાન મીઠો લીમડો,
-મીઠું સ્વાદાનુસાર.
રીત-
રવાને તેલથી બરાબર મોઈ લો.
હવે તેમાં દહીં, પાણી, હળદર, મીઠું, આદું-મરચાની પેસ્ટ નાખીને ૨૦ મિનિટ ઢાંકી રાખો. ઢોકળીયામાં પાણી મૂકીને ૮ થી ૧૦ ઇંચની થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ કરવા મૂકો.
તૈયાર કરેલા મિશ્રણમાં ફ્રુટ સૉલ્ટ ઉમેરી હલાવીને થાળીમાં રેડી લો. ૧૫ થી ૨૦ મિનિટ હળવાં ગેસ પર ચડવા દો.
ચડી જાય એટલે કાપા પાડી લો.
હવે વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તલ, મરચા, લીમડો, હિંગ નાખો અને ઢોકળા પર આ તૈયાર થયેલો વઘાર રેડી લો.
ગરમા ગરમ સર્વ કરો.
રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી