નમસ્કાર મિત્રો આજના સમયમાં આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે અને જેને કારણે લોકો અનેક પ્રકારના રોગોથી ઘેરાયેલા રહે છે. આજે લોકો પોતાની બદલાતી જતી ખાણીપીણીના કારણે અને પોતાના બદલાતા જતા જીવનના કારણે વારંવાર અને પ્રકારની બીમારીઓનો ભોગ બનતા હોય છે. અને ત્યારબાદ આ બીમારીઓથી છુટકારો મેળવવા માટે તે અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા હોય છે. જેને કારણે તેને થોડેઘણે અંશે રાહત મળે છે.
બજારની અંદર અમુક એવી દવાઓ મળી જાય છે કે જે તમારા અમુક રોગોને દૂર કરવા માટે લાભકારી હોય છે. પરંતુ વારંવાર એક જ પ્રકારના રોગને દૂર કરવા માટે આવી દવાઓ ખાવી હિતાવહ નથી. કેમકે તે તમારા શરીરને લાંબા ગાળે ઘણા પ્રકારના નુકસાન કરી શકે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા નુસખા વિશે કે જેનો ઉપયોગ કરવાના કારણે તમે આવી અનેક પ્રકારની વારંવાર થતી બીમારીઓથી બચી શકો છો.
પગમાં લીંબુ લગાવવું
જો તમે તમારા પગની અંદર લીંબુ લગાવો તો તે તમારા માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે. કેમકે લીંબુનો ઉપયોગ કરવાના કારણે તમારા તમારા શરીરનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે આ માટે તમારે અંદાજે ત્રણ જેટલા લીંબુનો રસ કાઢી લઇ થોડું પાણી ગરમ કરી લઇ તેની અંદર આરસ ઉમેરી દો. અને ત્યારબાદ તેની અંદર તમારા પગને ડુબાડી રાખો ત્યારબાદ તમારા હાથ અને પગમાં ધીમે-ધીમે scrub પણ કરો.
આમ કરવાના કારણે તમારી દિવસભરની થકાન દૂર થઈ જાય છે અને સાથે સાથે તમારા પગ પણ એકદમ સુંદર બની જાય છે. લીંબુ ની અંદર પ્રાકૃતિક રીતે બ્લીચનો ગુણધર્મ હોય છે. જે તમારી ત્વચાને નિખારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તમારા શરીરના દરેક ભાગમાં જો લીંબુ ના રસ ને લગાવવામાં આવે તો દરેક જગ્યાએ જામેલો મેલ દૂર થઈ જાય છે અને તમારી ત્વચા એકદમ ગોરી બની જાય છે.
ગરમ પાણી ની અંદર તમે લીંબુની સાથે વિનેગાર પણ ઉમેરી શકો છો. જેને કારણે તમારા પગની અંદર અનેક પ્રકારના લાભ થઈ શકે છે જો શિયાળાની ઋતુમાં વારંવાર તમારા પગ ના તળિયા ફાટતા હોય તો તેના માટે પણ તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો.આ માટે તમારે કરવાની જરૂર છે આ ઉપાયની.
ફાટેલ પગની એડીઓ માટે
લીંબુનો રસ અને વેસેલીનમાં એક મિશ્રણ બનાવી લઈ તેને પગ ના તળિયામાં લગાવી લેવું આમ કરવાથી જો તમારા પગ ના તળિયા ની એડી ફાટી ગઈ હશે તો તે પણ બરાબર થઈ જશે. આમ કરવા માટે સૌપ્રથમ સવારમાં તમારા પગને બરાબર ધોઈ લો અને ત્યારબાદ આ મિશ્રણને લગાવીને થોડીવાર રહેવા દો. માત્ર થોડા દિવસોમાં તમારા પગની એડીઓ ફાટી થઈ જશે અને થઈ જશે એકદમ મુલાયમ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.