ઘટાદાર વાળ સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. લાંબા અને કાળા વાળ ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી હોય છે. અને દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના વાળ લાંબા અને કાળા રહે. અને આ માટે અનેક પ્રકારના ઉપાયો પણ અપનાવે છે. તથા જાતજાતના શેમ્પૂનો ઉપયોગ કરે છે. પરંતુ આ કેમિકલ યુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવાના કારણે તેના વાળ ડ્રાય થઇ જાય છે. તથા વાળને લગતી અનેક સમસ્યાઓ સર્જાય છે.
પરંતુ જો તમારા વાળની યોગ્ય માવજત કરવામાં આવે તથા અમુક કુદરતી ઉપચાર કરવામાં આવે તો તમારા વાળ પણ એકદમ કાળા અને ઘટાદાર થઈ શકે છે. આ માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી પરંતુ રાત્રે સૂતા સમયે તમારા વાળમાં લગાવી દો આ વસ્તુઓ ત્યારબાદ જુવો સવારે તેનો ચમત્કાર.
રાત્રે સૂતા સમયે 1 વાટકી નારિયલ તેલ ની અંદર બે ચમચી લીંબુનો રસ ભેળવી દો. ત્યારબાદ આ તેલને તમારા વાળમાં બરાબર લગાવી દો. વાળમાં દરેક જગ્યાએ સરખા પ્રમાણમાં તેલ લગાવવું અને ત્યારબાદ તમારા વાળને બાંધી લેવા વાળમાં લગાવેલું આ તેલ આખી રાત સુધી રહેવા દેવું. ત્યારબાદ સવારે ઉઠ્યા બાદ અરીઠાના પાણીથી અથવા તો બીજા કોઈ સાદા શેમ્પૂથી કે જેનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તેના વડે તમારા વાળ ધોઈ લો.
રાત્રે સૂતા પહેલા જો આ તેલ લગાવીને સૂવામાં આવે તો તમારા વાળ થોડા દિવસોની અંદર થઈ જશે એકદમ ઘટાદાર. આ ઉપરાંત લીંબુ ની અંદર રહેલ વિટામીન-સી તમારા વાળને એકદમ કાળા બનાવી દેશે. તથા તેમાં કુદરતી ચમક લાવશે. આખી રાત નારિયલ તેલ લગાવવાના કારણે તમારા વાળ એકદમ મુલાયમ બની જશે. જેને કારણે તમારા વાળ એકદમ ઘટાદાર અને સિલ્કી બની જશે.
બસ આ રીતે ઘરે જ આ નાનો એવો અને ખૂબ જ સરળ ઉપાય કરવાથી તમે પણ થોડા દિવસોની અંદર મેળવી શકો છો એકદમ લાંબા અને ઘટાદાર વાળ જે તમારી સુંદરતામાં પણ લગાવી શકે છે ચાર ચાંદ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.