વર્ષોથી લવિંગનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે થાય છે. લવિંગ સ્વાદે ખૂબ તીખા અને પ્રકૃતિ ગરમ હોય છે. લવિંગનો ઉપયોગ સામાન્ય રીતે ઘરમાં બનાવવામાં આવતા ગરમ મસાલા માં કરવામાં આવે છે. આ ઉપરાંત રોજબરોજની રસોઈમાં દાળ અને શાકના વઘારમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભોજનનો સ્વાદ વધારે છે, પરંતુ આજ લવિંગ પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક પણ થઈ શકે છે.
લવિંગ ની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો ભરેલા હોય છે જે ખૂબ જ સારા એન્ટિઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ સાબિત થાય છે. જે શરીરમાં ફેલાતી અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે, જો પુરુષો રોજ રાત્રે સુતા પહેલા બે લવિંગ ખાઈને સુવે તો તેને પણ થઇ શકે છે આ ફાયદાઓ.
1. જે લોકોને પેટની તકલીફ હોય તથા તેનું પેટ ખરાબ રહેતું હોય તેવા લોકો માટે લવિંગ એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે લવિંગમાં રહેલા ફાઇબર તમારા શરીરમાં ખોરાકનું ખૂબ સારી રીતના પાચન કરે છે, જેને કારણે તમારા પેટની તકલીફોમાં રાહત મળે છે. આ ઉપરાંત તે તમારી મેટાબિલિઝમ સિસ્ટમને પણ વધારે છે જેને કારણે તમારી પાચનશક્તિમાં વધારો થાય છે અને તમને કાયમી માટે પેટની બિમારીઓમાંથી રાહત મળે છે.
2. જો સવારે ઉઠ્યા બાદ બ્રશ કર્યા બાદ પણ તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો રાત્રે સુતા પહેલા બે લવિંગ ખાઈને સુવું જોઈએ. આમ કરવાથી લવિંગમાં રહેલા દ્રવ્યો તમારા મોં ની અંદર રહેલા કિટાણુઓ નાશ કરે છે. જેથી સવારે ઉઠ્યા બાદ પણ તમારા મોંમાંથી દુર્ગંધ આવતી નથી.
3. જે લોકો શારીરિક નબળાઈ ની બીમારીના શિકાર હોય તેના માટે લવિંગ ઉત્તમ ઔષધ છે કેમકે લવિંગ શક્તિવર્ધક દ્રવ્ય છે જેના કારણે તમારા શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે. આથી રોજ રાત્રે સૂતા પહેલા પુરુષોએ બે લવિંગ ખાઈને જ સૂવું જોઈએ.
4. જો લોકો સતત કામના ટેન્શનના કારણે સ્ટ્રેસ માં રહેતા હોય તે લોકો માટે લવિંગ એક ઉત્તમ વસ્તુ માનવામાં આવે છે. આવા લોકો જો તેની ચામાં લવિંગ ભેળવીને તો આ ચા તેનુ માઈન્ડ ફ્રેશ કરી દે છે અને તે પોતાના કામમાંથી રાહત મેળવે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.