મિત્રો છોકરી હોય કે છોકરો દરેકને પોતાની સુંદરતા ખૂબ જ વહાલી હોય છે. દરેક વ્યક્તિ પોતાના ચહેરા પર કોઈપણ જાતના ડાઘ-ધબ્બા રાખવા માગતો નથી. પરંતુ ઘણી વખત પોતાની કાળજીના અભાવે અને અમુક વખત અમુક ભૂલોના કારણે તેના ચહેરા પર ડાઘ ધબ્બા અને દાઝ ના નિશાન પડી જાય છે.
લોકો અને તેમાં પણ ખાસ કરીને છોકરીઓ આ દાઝના નિશાન દૂર કરવા માટે અનેક નુસખાઓ અપનાવે છે, તથા ઘણી વખત દવાખાનાના ચક્કર કાપે છે. આમ છતાં પણ તેને યોગ્ય પરિણામ મળતાં નથી. મિત્રો આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ એક એવો કારગર ઉપાય જે કરવાથી તમારા ચહેરા પર રહેલા દાઝના નિશાન થશે કાયમી માટે દૂર.
આપણે સૌ જાણીએ છીએ કે બદામ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. તેવી જ રીતે બદામનું તેલ પણ એટલું જ ઉપયોગી છે. બદામનું તેલ તમારા ચહેરા પર લગાવવાથી ચહેરાની સુંદરતામાં નિખાર આવે છે. પરંતુ જો તમારે ચહેરા પરના દાઝના નિશાન દૂર કરવા હોય તો બદામની સાથે તમારે મેળવવી પડશે મલાઈ.
જી હા, બદામ તેલ ની અંદર થોડી મલાઈ ઉમેરી તેને બરાબર હલાવી લો. ત્યારબાદ આ પેસ્ટને તમારા ચહેરા પર જે જગ્યાએ દાઝના નિશાન છે ત્યાં લગાવી લો. ત્યાર બાદ ચહેરાને પુરી રાત એમ જ રહેવા દો. ચહેરાને તરત જ ધોવાની કોઈ જરૂર નથી.
હવે સવારે ઉઠ્યા બાદ ચહેરાને સાદા પાણીથી બરાબર રીતે સાફ કરી લો. ચહેરા પર દાઝ પડવાનું મુખ્ય કારણ છે શરીરમાં આવતા હોર્મોન્સના બદલાવ. પરંતુ બદામનું તેલ અને મલાઈ ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી તે દાઝના નિશાનને ઓછા કરે છે.
આથી રોજ રાત્રે સુતા પહેલા બદામ તેલ અને મલાઈ ની પેસ્ટ ને તમારા ચહેરા પર લગાવવી જોઈએ. આમ કરવાથી તમારા ચહેરા પરના દાઝના નિશાન થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.