આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર રહેશે ખાસ જાણી લો તેના શુભ મુહૂર્તો

રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન તહેવાર છે દર વર્ષે શ્રાવણ માસના પૂનમના દિવસે રક્ષાબંધનનો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે તારીખ 26 ઓગસ્ટ અને રવિવારના રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન માંગતી હોય છે.

અને ભાઈ પણ તેને યોગ્ય ઉપહાર આપે છે અને બહેનની આખું વર્ષ રક્ષા કરવાની કસમ ખાય છે ગયા વર્ષે રક્ષાબંધનના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાના કારણે રાખડી બાંધવા માટે માત્ર ત્રણ કલાક જેવા જ સમય સારા મુરત તરીકે ગણવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે ઘણો લાંબો સમય મળશે.

આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને ઘણો લાંબો સમય મળશે રક્ષાબંધનના દિવસે ભદ્રા ન લાગવાના કારણે આખો દિવસ ઘણા શુભ મુહૂર્તો માં તમે રાખડી બાંધી શકશે. શ્રાવણ મહિનાની પુનમ ની તિથિ તારીખ 25 ઓગસ્ટના ત્રણ વાગ્યાથી જ શરૂ થઈ જાય છે અને તે બીજે દિવસે તારીખ 26 ઓગસ્ટ અને રવિવારના દિવસે સાંજના પાંચ વાગ્યા સુધી રહે છે.

આથી જ લોકો રવિવારે સવારથી માંડી સાંજના પાંચ વાગ્યા સુધી કોઈપણ સમયે રાખડી બંધાવી શકે છે અને બહેન પોતાના ભાઈને હોશે-હોશે રાખડી બાંધી પણ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રક્ષાબંધનના દિવસના અમુક સારા મુહૂર્તો.

રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે 26 ઓગસ્ટ રવિવારની સવાર માં 5.:59 મિનિટથી માંડીને સાંજના 5:12 વાગ્યા સુધીનો છે એટલે કે સમગ્ર રક્ષાબંધનના દિવસે 11 કલાક જેવો સમય મળશે.

જો બપોર વચારે કોઈ પણ બહેનને પોતાના ભાઈને રાખડી બાંધવી હોય તો બપોરે 1.39 થી માંડીને 4:12 વાગ્યા સુધી નું મુહૂર્ત ખૂબ સારું છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *