દક્ષિણ ભારતમાં સુપરસ્ટાર રજનીકાંતને એક ધર્મ માનીને પૂજા કરવામાં આવે છે. તેમની ફિલ્મો થિયેટરોમાં રીલીઝ થાય એની આગલી રાતે તો એમના ફેન, ટીકીટ ખરીદવા માટે આખી રાત ફૂટપાથ ઉપર કાઢે છે. તેમણે પોતાની જાતને દર વખતે સાબિત કર્યા છે અને તેમના દર્શકોની આશાઓ ઉપર રાજ કારી રહ્યા છે. દર્શકો માટે તો એ કોઈ માનેલા ભગવાન કરતા ઓછા નથી.આટલા બધા સ્ટારડમ અને ફેન્ડમ વચ્ચે, રજનીએ કામ અને પરિવારના સમય વચ્ચે પણ સંતુલન હાંસલ કર્યું. તેમનો પત્ની લથા સાથે પણ ખુબ જ સુંદર સંબંધ છે. સુંદર પુત્રીઓ સૌન્દર્યા અને ઐશ્વર્યા સાથે એક લાગણીસભર સંબંધ છે. અહીં તેમના પરિવાર સાથેના કેટલાક મહત્વના ફોટાઓ.તેમનુ એકદમ busy સમયપત્રક હોવા છતાં સુપરસ્ટાર રજનીકાંત કુટુંબ માટે સમય ફાળવવાનું ચુકતા નથી. આ ઉપરાંત તેમના પરિવારમાં પત્ની લથા અને પુત્રીઓ સૌન્દર્યા અને ઐશ્વર્યા વચ્ચે એક અલગ જ બંધન છે. એક ચાહક પેજએ’2.0′ અભિનેતાની તેમના પત્ની અને પ્રિયતમ પુત્રી સૌન્દર્યા સાથેનો એક અદ્ભૂત ફોટો શેર કર્યો છે. ફોટામાં આ ત્રણ, એકબીજાને ગળે મળીને હસતા દેખાય છે.
આ કોઈ નવા સમાચાર નથી કે રજનીકાંત અને જમાઈ ધનુષનો અનોખો સંબંધ છે. રજનીની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કરનાર ધનુષ પણ તેમના પરિવારના સદસ્ય કરતાં ઓછા નથી. ધનુષનુ આ ‘કબાલી’ અભિનેતાના હૃદયમાં પ્રિય સ્થાન છે. ધનુષ તેમના પુત્ર સમાન જ છે અને આ જોડી, એક બીજાના કામથી ખુબ જ ખુશ છે. એક ઇવેન્ટના ફોટામાં બંને એક નિખાલસતાથી ભરેલી હસી આપતા દેખાય છે. રજનીકાન્ત એક કળા કુર્તામાં ઢંકાયેલો દેખાય છે, જ્યારે ધનુષ એક સફેદ રંગના સ્પોર્ટી કુર્તા માં છે.
અહીં આ સસરા-જમાઈ ની જોડી નો બીજો એક ફોટો છે. એટલું જ નહીં, પ્રોફેશનલ બંધનની સાથે સાથે એઓ ખુબ જ સુંદર પારિવારિક બંધન જાળવે છે. ફોટામાં રજનીકાંત કાળો કુર્તો પેહરેલો દેખાય છે જયારે ધનુષ એ ખુબ જ સુંદર કળા કલરનો ટક્સીડો પહેરેલો છે. તેમના ચહેરા પરનુ સ્મિત બધું જ કહી જાય છે
.રજનીકાંત એમની એક્ટિંગ માટે ખુબ જ સમર્પિતછે. ખુબ જ નાની ઉમરથી તેમણે દિલ અને આત્મા બંને અભિનય જગત માટે આપી દીધા હતા અને આ જ કારણ છે એમના આટલા પહોળા અને નિષ્પક્ષ પણે ચાહતા ચાહકો પાછળ. આ ફોટા માં રજનીકાન્ત તેમની પત્ની સાથે નવા વર્ષની પૂજા કરતા દેખાય છે.
બીજા બધા મોટા અભિનેતાઓની જેમ રજનીકાંત દિવાળીના સમયે મોટી મોટી પાર્ટી નથી આપતા. એની જગ્યાએ તેઓ આ ઉજાળાથી ભરેલા તહેવારને પોતાના પરિવાર સાથે ઉજવવાનુ પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ પરના એક ફોટામાં રજનીકાંતન પુત્રી ઐશ્વર્યા અને તેમના જમાઈ ધનુષ સાથે તેમના ઘરની બહાર તહેવાર ઉજવતા દેખાય છે. રજની અને ધનુષ બંને એક સફેદ પરંપરાગત શર્ટ અને ધોતી પેહરેલા જોવા મળે છે, જ્યારે ઐશ્વર્યા લાલ અને પીળી રેશમ સાડીમાં અદભૂત દેખાય છે.
એ હકીકતમાં કોઈ શંકા નથી કે રજનીકાંત આખા વિશ્વમાં વિવિધ ઉંમરના ચાહકો ધરાવે છે. તે એક એવો અભિનેતા છે જેને યુવાનો અને વૃદ્ધો એકસરખો પ્રેમ કરે છે. Twitter પર તેમણે રાષ્ટ્રપતિ ભવન ખાતેની એક તસ્વીર શેર કારી જેમાં તેઓ પદ્મ વિભૂષણ સમારંભ, જે ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે તેમાં પદ્માવિભૂષણ એવાર્ડથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સન્માનિત કર્યા હતા. આ સમારોહમાં તેમની પત્ની સાથેના આ ફોટા એ સોસીઅલ મીડિયા ઉપર તોફાન મચાવી દીધું હતું જેમાં તેમની પત્ની લથા ગુલાબી સાડીમાં અલૌકિક લાગે છે, જ્યારે રજની sir એ એક ઊની કાપડથી બનાવેલો ચૂડીદાર નેહરુ કુર્તો પેહરેલો છે.
રજનીકાંત, અભિનેતાની સાથે સાથે પતિ અને બે સુંદર છોકરીઓનો પિતા પણ છે. ચાર વ્યક્તિ ઓનું કુટુંબ ખુબ જ સુંદર સંબંધથી બંધાયેલું છે. તેઓના પરિવારનો સંપ ખુબ જ સરસ છે કારણ કે બધાનું આટલું વ્યસ્ત સમય પત્રક હોવા છતાં એકબીજા જોડે સમય ફાળવીને પારિવારિક સંબંધ ની મજા માણે છે. પૉંગલ નિમિત્તે ખેંચેલી આ સેલ્ફી ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ જ જોવા મળી હતી. રજની sir સફેદ કુર્તામાં જોવા મળે છે જયારે એમની પત્ની લથા એ કાળા અને મરૂન કલરની ચોકડીઓ વાળી સાડી પેહરેલી હોય છે. કુર્તા પેહરેલી રજની sir ની સુંદર છોકરીઓ હસતી દેખાય છે.
રજનીકાંતની દીકરીઓ તેમની સૌથી કિંમતી સંપત્તિ છે. તે એક ગૌરવભર્યા પિતા છે અને તેની પુત્રીઓ બંને સાથે એક અલગ તેમજ અનોખો સંબંધ ધરાવે છે. તેમની પુત્રી ઐશ્વર્યાએ અભિનેતા ધનુષ સાથે લગ્ન કર્યા છે અને નાની દીકરી સૌન્દર્યાએ ચેન્નઈ સ્થિત એક ઉદ્યોગપતિ અશ્વિન સાથે લગ્ન કર્યા છે. જોકે, લગ્નના છ વર્ષ પછી તેઓ 2017 માં છુટા થયા. સૌન્દર્યાના લગ્ન સમારંભમાં પિતા-પુત્રીનીજોડીનો આ ફોટો. તેના લગ્નમાં રજની sir એક આછા સફેદ કલરનાકુર્તા માં પુત્રીની બાજુમાં ઉભા રહીને અભિમાનથી ભરેલી હસી આપે છે.
અત્યારે એકસાથે રહેતો અને એકબીજાથી જોડાયેલો પરિવાર બહુ ઓછા જોવા મળે છે.રજનીકાંત અને તેમનુ પરિવાર એક એવો સંપૂર્ણ પરિવાર છે જે તમામ આદર્શ પરિવાર તરીકેના તમામ ધ્યેયો પૂરા પાડે છે. આ પારિવારિક પોટ્રેટ ફોટો કોઈ સપનાથી ઓછું નથી.આદંપતિનુ તેમની મનોરમ દીકરીઓ અને તેમના Dalmatian કૂતરા સાથેનો એક ફોટો માટે દર્શાવવામાં આવેલ છે જેમાં ચારેય હસતા દેખાઈ રહ્યા છે.રજનીકાંત અને પત્ની લથા નિ:શંકપણે સુવર્ણ દંપતિ છે જે એકબીજાને ખૂબ સારી રીતે સહાય કરે છે. તેઓ 1981 થી લગ્નના બંધન માં જોડાયા છે અને બે સુંદર પુત્રીઓ ઐશ્વર્યા અને સૌન્દર્યા છે. લથા એક ગાયક અને નિર્માતા છે સાથે સાથે સાથે ચેન્નઈ સ્થિત એક શાળામાં સ્થાપક તેમજ સંવાદાતા પણ છે, ઉપરાંત પુત્રી સૌન્દર્યા પ્રોડક્શન કંપનીની અધ્યક્ષ હોવા ઉપરાંત તેણીએ મેગાસ્ટારને ટેકો આપ્યો હતો અને તે તેના વિશ્વાસુ છે. આ ફોટો એક ઇવેન્ટનો છે, જ્યાં બંનેએ એક સાથે હાજરી આપી હતી. રજનીસર કેઝ્યુઅલમાં દેખાય છે, જ્યારે લથા એ સુવર્ણ રંગની સાડી પેહરેલી છે જેમાં તેઓ ખુબ જ સુંદર લાગે છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ અવનવી સુપર સ્ટાર વ્યક્તિઓની માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.