રાય દેખાવ માં ખુબ નાની હોય છે પણ એના છે મોટા મોટા ગુણ

આપણે સૌ રાઈ વિશે જાણીએ જ છીએ. કેમ કે આપણા ભોજનમાં શાકનો વઘાર ક્યારેય પણ રાઈ વગર શક્ય નથી. રોજ ના વપરાશ માં લેવાતી આ નાની એવી રાય ખુબજ મોટા મોટા ગુણો ધરાવે છે રાઈનો ઉપયોગ શાકના વઘાર ઉપરાંત આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે. તો આજે આપણે જોઈએ કે આ નાની એવી રાય આપણા સ્વાસ્થ્ય માટે કઈ રીતે ઉપયોગી છે.

-જો આપને શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો થતો હોય તો એક સુતરાઉ કપડામાં થોડી રાઈ ભરી તેની પોટલી બનાવી આ પોટલી દ્વારા શેક કરવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જશે. આમ દુખાવા માં તે રામબાણ ઈલાજ સમાન છે.

-પીસેલી રાયને મધ સાથે મેળવી સુંઘવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. એટલે શિયાળામાં રાય ખુબજ ઉપયોગી નીવડે છે.
-રાયના સેવનથી પેટમાં રહેલ નાના કૃમિઓ અને કીટાણુઓ દૂર થાય છે. તેનાથી પેટ એકદમ સાફ અને પાચન સરળ રહે છે. જેથી પેટની બીમારીઓ દુર રહે છે.


-ગરમ પાણીમાં ઉમેરી રાઈ ફૂલી જાય ત્યાં સુધી તેમાં રાખવી ત્યારબાદ આ પાણીમાં બેસવાથી તમારી યૌન સંબંધી બિમારીઓ દૂર થશે. માટે અવ રોગ ના ઈલાજ માટે ડોક્ટર પાસે જવાથી સંકોચ થતો હોય તો આ ઉપચાર ખુબજ ફાયદાકારી નીવડે છે.

-પાયોરિયાના દર્દીઓએ રાઈના તેલમાં થોડું નમક ઉમેરી તેને દાંત ઉપર ઘસવાથી ફાયદો થશે. અને એકજ દિવસ માં રિજલ્ટ ની અસર દેખાવાની શરુ થઇ જશે.


-પીસેલી રાયને સુંઘાડવાથી વાય ના દર્દીઓને રાહત રહે છે. માટે વાય ના દર્દી ઓ માટે આ એક અમુલ્ય અને એકદમ સરળ ઈલાજ છે
-પેટમાં દુખાવો થતો હોય તો રાઈનો પાઉડર કરી આ પાઉડરનો લેપ પેટ ઉપર લગાડવો. બે થી ત્રણ કલાક માં રાહત થઇ જશે.

આ વાત નું ખાસ ધ્યાન રાખવું
રાઈનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે રાયના વધુ પડતા ઉપયોગના કારણે ઉલટી થવાની શક્યતા પણ વધી જાય છે આથી રાયનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો.

માટે રસોડા માં પડેલ અને રોજ ઉપયોગ માં આવતો આ એક સામાન્ય મસાલો પણ તમે દવા તરીકે વાપરી શકો છો.

લેખન અને સંકલન :- દિવ્યા રાવલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *