ગુરુવારના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો વાર માનવામાં આવે છે અને આ દિવસે જો સાચા દિલથી ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવામાં આવે તો ભગવાન શ્રીકૃષ્ણ તમારા ઉપર અવશ્ય અવશ્ય કૃપા વરસાવે છે. ગુરુવારના દિવસે ભગવાનની પૂજા કરવાના કારણે તમારા ગુરુ પણ તમારા પર પ્રસન્ન થાય છે જેને કારણે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
ગુરૂવારને બૃહસ્પતિ ગ્રહ પણ કહેવામાં આવે છે. આથી આ દિવસે જો તેની યોગ્ય પૂજા કરવામાં આવે તો ગુરુ બૃહસ્પતિ પણ તમારા પર ખૂબ જ ખુશ થાય છે. જો આ દિવસે અમુક એવા ઉપાય કરવામાં આવે તો તેના કારણે તમે પણ બની શકો છો માલામાલ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ શ્રીકૃષ્ણની એવી વસ્તુઓ વિશે જે તમારા પર્સમાંથી રાખવાથી તમે પણ બની જશો માલામાલ અને ભગવાન શ્રીકૃષ્ણ થશે તમારા પર ખૂબ જ ખુશ.
જો તમારે પણ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવી હોય તથા તમારા દરેક ક્ષેત્રે આગળ પડતું આવવું હોય તમારે શિક્ષણ ની અંદર સારું પરિણામ મેળવવું હોય વેપાર-ધંધાની અંદર નફો કમાવવો હોય કે સારી એવી નોકરી ની તલાશ માં હોવ તો આ ઉપાય કરવાના કારણે આ તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તો ચાલો જાણીએ શું છે આ ઉપાય.
વાસ્તુ શાસ્ત્ર ની અંદર બતાવવામાં આવ્યું છે કે જો ઘરની અંદર મોર પંખ રાખવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરની અંદર ખૂબ જ ધન લાભ થાય છે. જો ઘરમાં મોર પંખ રાખવામાં આવે તો ઘરની અંદર સુખ-શાંતિનો વાસ થાય છે તથા તમારા ગુરુ તમારા ઉપર પ્રસન્ન થાય છે.
કહેવામાં આવે છે કે મોર પંખ ભગવાન શ્રીકૃષ્ણ અને સૌથી વધુ પ્રિય હતું અને આટલા માટે તે પોતાના મુંગટ ઉપર તેને સ્થાન આપવામાં આવ્યું હતું. આથી જો તમે તમારા પર અથવા તો ઘરમાં મોર પંખ ને રાખો તો તમારે અનેક પ્રકારના લાભ થાય છે. જો મોર પંખને તમારા પર રાખવામાં આવે તો તમારુ પર્સ ક્યારેય પૈસા રહિત થઇ જતું નથી અને તેની અંદર હંમેશાં એ માટે પૈસા રહે છે.
જો વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર વાત કરવામાં આવે તો તમારા પર્સ માં કે તમારા ઘરની અંદર જ રાખવામાં આવે તો તે તમારા અનેક દોષોને દૂર કરે છે. જેને કારણે તમારા ઘરમાં જો વાસ્તુદોષ લાગતો હોય તો તે પણ દૂર થાય છે અને તમારા ઘરની અંદર સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારના દિવસે જો પીળા રંગના વસ્ત્રો પહેરવા માં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગુરુવારના દિવસે પીળા વસ્ત્રોનુ દાન કરવું અથવા તો પીળા કલરના ચોખા બનાવીને ખાવા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગુરુવારના દિવસે જો થોડા ચોખા લઈ તેને હળદરવાળા કરીને તમારા પાકીટમાં રાખવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તથા તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
તમે કોઈ ઈન્ટરવ્યૂ માટે આપવા માટે જતા હો ત્યારે ગુરુવારના દિવસે ચોખામાં હળદર લગાવેલા એક પેકેટ ને તમારા પોકેટ ની અંદર રાખી લો તમને તે ઇન્ટરવ્યૂ ની અંદર અવશ્ય સફળતા મળશે. ગુરુવારના દિવસે તમે કોઈ જગ્યાએ ઈન્ટરવ્યૂ આપતા જ આપવા જતા હો તો તમારા પાકીટ ની અંદર પીળા રંગનો રૂમાલ રાખો જેના કારણે તમને ઇન્ટરવ્યૂમાં અવશ્ય સફળતા મળશે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારના દિવસે પંચધાતુની ગુરુ યંત્ર તમારા પાકીટ ની અંદર રાખવામાં આવે તો તમને અનેક પ્રકારના લાભ થાય છે તથા તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આમ કરવાના કારણે તમારા ઘરની અંદર સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે અને ધન પ્રાપ્તિ પણ થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.