મિત્રો દરેક લોકોને પંજાબી શાક તો ખૂબ જ ભાવતું હોય છે. લોકો વિવિધ જાતની પંજાબી સબ્જી પોતાના ઘરે બનાવવાની ટ્રાય કરતા હોય છે. પરંતુ જે વસ્તુ ધાબા ની અંદર મળે છે તેવી વસ્તુ ઘરે બનતી નથી પરંતુ આજે અમે આપને બતાવી રહ્યા છીએ એવી જ એક એકદમ સ્વાદિષ્ટ સ્ટાઈલની પંજાબી છોલે મસાલા ની રેસીપી.
સામગ્રી :-
બનાવવાની રીત :
1. સૌપ્રથમ જ્યારે તમારે છોલે ચણા બનાવવાની તેની અગાઉથી ૭ થી ૮ કલાક સુધી એ છોલે ચણા ને પાણીની અંદર પલાળી દો.
2. ત્યારબાદ પ્રેશર કૂકરની અંદર અંદાજે એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેની અંદર એક ચપટી જેટલું મીઠું નાખીને આ કાબુલી ચણા ને બાફી લો.
3. ત્યારબાદ એક નોનસ્ટીક પેન ની અંદર થોડું તેલ અને ઘી ઉમેરી તેને બરાબર ગરમ કરી તેની અંદર એક ચપટી જેટલી હિંગ ઉમેરો.
4. ત્યારબાદ આ તેલની અંદર ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને ૨ થી ૩ મિનિટ સુધી પાકવા દો જ્યારે ડુંગળી બ્રાઉન રંગની થઈ જાય.
5. ત્યારબાદ તેની અંદર આદુ-મરચાની પેસ્ટ ડુંગળી અને ટામેટાની પેસ્ટ તથા લસણની પેસ્ટ નાખી અંદાજે 2 મિનીટ સુધી પાકવા દો.
6. જ્યારે તેમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યારબાદ તેની અંદર ગરમ મસાલો આમચૂર પાઉડર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ હળદળ અને છોલે મસાલો ઉમેરી દો તેને બરાબર હલાવી લો.
7. આ તેલને બે મિનિટ સુધી બરાબર ગરમ થવા ગયા બાદ તેની અંદર બાફેલા કાબૂલી ચણા ઉમેરી દો સાથે સાથે તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી પણ ઉમેરો.
8. હવે આ કાબુલી ચણાને તેલની અંદર બરાબર હલાવી લઇ બધા મસાલાને તેની સાથે મિક્સ કરી લો.
9. જ્યારે બધા મસાલા કાબુલી ચણા સાથે મિક્સ થઈ જાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લઈ માથે કોથમીર ભભરાવી ગરમા ગરમ પીરસો.
10. આ રીતે તૈયાર છે એકદમ ધાબા સ્ટાઇલ ના સ્વાદિષ્ટ પંજાબી છોલે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…