પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નની તારીખ થઈ નક્કી, આ દિવસે કરશે લગ્ન.

બૉલીવુડમાં હાલમાં દરેક જગ્યાએ એક જ વાતની ચર્ચા થઈ રહી છે અને તે છે પ્રિયંકા ચોપડા અને નિક ના લગ્ન વિશેની. બોલિવૂડમાં પોતાની નામના કમાયા બાદ પ્રિયંકા ચોપરાએ પોતાનું નસીબ હોલિવૂડમાં અજમાવ્યું હતું અને ત્યાં પણ તેને સફળતાની સીડીઓ સર કરી હતી. આજે સમગ્ર વિશ્વની અંદર પ્રિયંકા ચોપડાના ચાહકોની સતત વધારો થતો રહ્યો છે.

પ્રિયંકાએ બોલીવુડમાં પોતાનું નામ તો કમાણી છે પરંતુ સાથે સાથે ત્યાં જઈને તેણે એક બીજી મહત્વની વસ્તુ પણ કરી છે અને તે છે હોલિવૂડના નિક જોન્સ સાથે પ્રેમ. હાલમાં જ એક ન્યુઝ ચેનલો અને ખબરોની અંદર માત્ર પ્રિયંકા ચોપડા અને તેના બોયફ્રેન્ડ નિક જોન્સ વિશે ની ખબરો આવી રહી છે. આ બંને પ્રેમીયુગલે તાજેતરમાં જ સગાઈ કરી હતી અને લોકોના મનમાં એવો પ્રષ્ન ઉદ્ભવતા હતા કે આ બંને ક્યારે લગ્ન કરશે.

પરંતુ લોકોની આતુરતાનો હવે અંત આવી ગયો છે કેમ કે પ્રિયંકા ચોપડાએ પોતાના લગ્નની તારીખ જાહેર કરી દીધી છે. પ્રિયંકા ચોપડા આવનાર સપ્ટેમ્બર મહિનાની 16 તારીખના દિવસે લગ્નગ્રંથીથી નિક જોન્સ સાથે જોડાશે જ્યારે પત્રકારો દ્વારા પ્રિયંકા ચોપડાને આ તારીખ નક્કી કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે ચિંતા ચોપડાએ ખુલાસો કરતા કહ્યું કે.

આ દિવસે નિક જોન્સ નો 26 મો જન્મદિવસ છે અને આટલા માટે જ તે આ દિવસને ડબલ ખુશીનો દિવસ બનાવવા માંગે છે અને આથી જ તે દિવસે તે બને લોકો એકબીજા સાથે લગ્ન કરીને લગ્નગ્રંથીથી જોડાશે. હાલમાં આ તારીખ અંદાજિત બતાવવામાં આવી રહી છે આ તારીખનું final કન્ફર્મેશન બંને યુગલ દ્વારા આપવામાં આવ્યું નથી પરંતુ આશા છે કે પ્રિયંકા ચોપડા થોડા સમયની અંદર નિક જોન્સ સાથે લગ્ન કરીને ન્યૂયોર્કમાં સેટલ થઈ જાય.

2017ની સાલમાં થયેલી પહેલી મુલાકાત આટલી જલ્દી પ્રેમમાં પરિણમશે અને અંતે તે લગ્ન તરફ જશે આવી કોઈને આશા ન હતી આ લગ્ન દ્વારા પ્રિયંકા ચોપડા તો અવશ્ય થશે પરંતુ તેના હજારો ફેન્સ ખૂબ જ નિરાશ થઈ જશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *