હાલ ના સમયમાં ઘણીબધી સ્ત્રીઓ પોતાનું પ્રેગનેન્સી ટેસ્ટ કરાવે છે પરંતુ પ્રેગનન્સી ટેસ્ટ ને લગતી થોડી એવી બાબતો છે જે સ્ત્રીઓ એ ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ કેટલીક સ્ત્રીઓ ને આ બારામાં કાંઈજ ખબર નથી હોતી. તો આજ અમે જણાવશું તેને લગતી મહત્વપૂણ બાબતો.
પ્રેગનન્સી ટેસ્ટ નો યોગ્ય સમય
વધુ પડતી સ્ત્રીઓ પ્રેગનન્સી ટેસ્ટ તેમના સમય પ્રમાણે કરે છે પરંત તે હમેશા સવારના સમયમાંજ કરવું જોઈએ કારણકે રાત્રે પેશાબ ની અંદર એચસીજી બનવાનો પ્રારંભ થાય છે અને સવાર ના ઉઠી ને પ્રેગનન્સી ટેસ્ટ કરવાથી ચોક્કસ પરિણામ મળે છે.
પેશાબ ટેસ્ટ
વધુપડતા ડોક્ટર પ્રેગનન્સી માટે સ્ત્રીઓ ને આજ ટેસ્ટ કરાવે છે. પેસાબ ટેસ્ટ માં એચસીજી ની માત્રા અનુસાર જ અનુમાન લગાવામાં આવે છે અને તમને જણાવામાં આવે છે કે તમે ગર્ભવતી છો કે નહી.
દવાઈઓ ની ટેસ્ટ પર અસર
સામાન્ય રીતે ઘણીબધી સ્ત્રીઓ દવાઈઓ નું સેવન કરતી હોય છે જેના કારણે પણ તેમનો પ્રેગનન્સી ટેસ્ટ નો રીપોર્ટ ખોટો પણ આવી શકે છે કારણકે અમુક દવાઈઓ એવી હોય છે કે જે ફર્ટીલાઈઝર ની માત્રા માં વધારો કરે છે તો એવી દવાઈઓ થી એચસીજી નું પ્રમાણ વધે છે.જેના કારણે તમને પ્રેગનન્સી ટેસ્ટ ની અંદર પોઝીટીવ પરિણામ આવી શકે છે. માટે એ ધ્યાન રાખવું કે પ્રેગનન્સી ટેસ્ટ પહેલા દવાઈઓ નું સેવન ના કરવું.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.