નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ એવી રેસિપી વિશે કે જે જોઈને તમારા મનમાં તેને ખાવાનું મન થઈ જશે. આ વાનગી ચોમાસા માં ખાવાની વધારે મજા આવે છે. ખાસ કરી ને સાંજ ના નાસ્તા માટે એક ઉતમ ચોઈસ છે. તો મિત્રો ચાલો જોઈએ આ વાનગી બનવવા માટે કેટલી વસ્તુ ની જરૂર પડશે.
સામગ્રી :-
- ૪ નંગ બાફેલા
- બટેટા અડધો કપ ફુદીનો
- અડધી ચમચી ઝીણા સમારેલા મરચા
- અડધી ચમચી ધાણાજીરૂ
- એક લીંબુનો રસ
- અડધો કપ મેંદાનો લોટ
- અડધો કપ ચોખાના પવા
- સ્વાદ અનુસાર મીઠું અને
- જરૂર મુજબનું પાણી
બનાવવાની રીત :-
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાની છાલ કાઢીને તેને બરાબર છૂંદી લો. ત્યારબાદ બટેટાના છુંદાને ઝીણા સમારેલા લીલા મરચા, ફુદીનો, ધાણાજીરું, લીંબૂ અને મીઠું નાખીને બરાબર હલાવી લો.
હવે જ્યારે આ મિશ્રણ બરાબર હલીને મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર થી તેની નાની નાની સાઈઝની ગોળીઓ બનાવી લો.
હવે એક બાઉલ ની અંદર મેંદાનો થોડો લોટ લઇ તેની અંદર થોડું પાણી ઉમેરી એકદમ ચીકણો મેંદાનો લોટ બનાવો. ધ્યાન રાખવું કે આ મિશ્રણ એકદમ ઘટ્ટ હોય.
હવે બટાકા માંથી બનાવેલી એક ગોળીઓને આ મેંદાના લોટની અંદર ઉમેરી દો. ત્યારબાદ મેંદાનો લોટ ચોટેલી આ ગોળીઓને કપની અંદર ભરેલા ચોખાના પવા વાળા મિશ્રણ માં ઉમેરી દો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ત્યારબાદ તેની અંદર આ ગોળીઓ ને તળવા માટે મૂકી દો.
આ ગોળીઓ જ્યાં સુધી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળવા દો. ત્યારબાદ તેને એક ડીશ ની અંદર કાઢી લો બસ આ રીતે તૈયાર છે એકદમ સ્પાઈસી આલું કુરકુરે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.