અત્યારે બધા મીડિયાવાળા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ અને લગ્નના સમાચારની પાછળ મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં જ, આ ૨૪મી માર્ચના રોજ આકાશ અંબાણીએ ગોવામાં તેની બાળપણની મિત્ર શ્લોકા મેહતાને પ્રપોસ કર્યો હતો. આ ઉપરાંત, અંબાણી પરિવારે મુંબઈમાં આવેલા એન્ટીલિયામાં આ ખુશીના પર્વને ઉજવવા માટે એક ભવ્ય પાર્ટી આપી હતી જેમાં બોલિવૂડ સ્ટાર્સથી માંડીને ક્રિકેટર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ બધા કારણોને લીધે જ આ નવું જોડું, ખુબ જ ચર્ચામાં છે.
આ રહી એ કવિતાની એક ઝલક…
એક અહેવાલમાં જણાવ્યા મુજબ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશલન સ્કૂલ (DAIS)માં એક સાથે અભ્યાસ કર્યો છે અને બાળપણથી તેમની મિત્રતા ખુબ જ ગાઢ છે. શ્લોકા મહેતા હીરા કારોબારી રસેલ મહેતાની પુત્રી છે. પ્રસંગ દરમિયાન શ્લોકા મહેતા અને તેના પરિવારનું સ્વાગત કરવા માટે નીતા અંબાણીએ શ્લોકા અને આકાશ પર એક સુંદર કવિતા પણ લખી હતી.
નીતા અંબાણીએ પોતાની કવિતામાં આકાશ અને શ્લોકાના શાળાના દિવસોને યાદ કરતા અત્યાર સુધીના સફરની કહાની જણાવી છે. આ ઉપરાંત કવિતામાં દેખાઈ પણ આવે છે કે નીતા અંબાણી, શ્લોકા મેહતાને આજ કાલ અથવા અમુક વર્ષો જ નહિ પણ બાળપણથી ઓળખે છે.
નીતા અંબાણીએ આ કવિતામાં એવું પણ કહ્યું છે કે આકાશ અને શ્લોકા દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ ભવિષ્યમાં પણ ખુબ જ સારી રીતે નિભાવશે.
ક્યારે અને ક્યાં થશે એમની સગાઇ ?
આમ તો અત્યારે ઘણા બધા સમાચાર અને અફવાઓ ઉડી રહી છે આ નવા જોડકાના લગ્ન અને સગાઇ બાબતે, પણ સુત્રો જોડેથી ખબર મળેલ છે કે બંનેની સગાઈ ડિસેમ્બર મહિનામાં પોતાના જ શહેર મુંબઈમાં જ થશે. સાથે સાથે લગ્ન પણ ડિસેમ્બરમાં જ થવાના છે. આ ઉપરાંત એવા પણ સમાચાર મળ્યા છે કે એમની સગાઈની તારીખ ૮ થી ૧૨ ડીસેમ્બેરની વચ્ચે હશે જે મુંબઈની ઓબેરોય હોટલમાં આયોજિત કરવામાં આવશે.
કોણ છે શ્લોકા મેહતા :
મીડિયા રિપોટ્સ પ્રમાણે 11 જુલાઇ 1990માં જન્મેલી શ્લોકા મુંબઈના માલાબાર હિલ્સમાં રહે છે. શ્લોકા હીરા વ્યાપારી રસેલ મેહતાની સૌથી નાની પુત્રી છે. તે જુલાઇ 2014થી રોજી બ્યૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. સાથે તે ConnectForની કો-ફાઉન્ડર છે. આ સંસ્થા એનજીઓને વોલેન્ટિયર્સની સાથે જોડવાનું કામ કરે છે.
સાથે કર્યો છે અભ્યાસ :
આકાશ અને શ્લોકાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સાથે અભ્યાસ કર્યો છે, શ્લોકા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ બાદ 2009માં ન્યૂજર્સીની પ્રિન્સટન યૂનિવર્સિટીમાં આગળના અભ્યાસ માટે જતી રહી હતી. ત્યારબાદ તેણે ધ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટર્સ કર્યું હતું.
વર્ષોથી એકબીજાને જાણે છે પરિવાર :
મીડિયામાં ચાલી રહેલા સમાચારો પ્રમાણે આકાશ અંબાણીના લગ્ન ડિસેમ્બરમાં રોઝ બ્લૂ ડાયમંડના માલિક રસૈલ મેહતાની નાની પુત્રી શ્લોકા મેહતા સાથે થવાના છે. બંન્ને પરિવાર એકબીજાને વર્ષોથી ઓળખે છે.
સંકલન : અશ્વિની ઠક્કર