પિત્તાશયમાં રહેલી પથરી એક અઠવાડિયામાં થશે દૂર માત્ર કરો આ સામાન્ય ઉપચાર

સામાન્ય રીતે કિડની અને પિત્તાશય આમ બે જગ્યાએ પથરી થાય છે. જેમાં કિડનીમાં થયેલી પથરી તમે આસાનીથી દૂર કરી શકો છો, પરંતુ પિતાશયની પથરી દૂર કરવી ખુબ જ અઘરી છે. પિત્તાશયની પથરી ખૂબ જ પીડાદાયક હોય છે. તથા તેને ઓપરેશન સિવાય દૂર કરી શકાતી નથી પરંતુ આ એક ખોટી માન્યતા છે.

પિતાશય ની અંદર રહેલી પથરી કોલેસ્ટ્રોલ અથવા તો પિગમેન્ટ નામના બે પ્રકાર ની હોય છે. તેમાં પણ ૮૦ ટકા લોકોને પિત્તાશયની પથરી કોલેસ્ટ્રોલમાંથી બનેલ હોય છે.
પિતાશય ની અંદર ઉત્પન્ન થતો પિત્ત રસ જઠરમાં પહોચે છે અને ખોરાકને પચાવે છે. પરંતુ જો પિત્તાશયમાં આ પિત્ત રસ નુ પ્રમાણ વધી જાય તો પિત્તાશયમાં પથરી થાય છે. પરંતુ એમાં રહેલી આ પથરી ને તમે ઘરેલુ ઉપચાર દ્વારા પણ ઠીક કરી શકો છો.

સફરજનનો રસ અને એપલ સાઇડર વિનેગર તમારા પિતાશયમાં રહેલી પથરીને દૂર કરવા માટેનો એક કારગર ઉપચાર છે. સફરજનનું જ્યુસ પિતાશયમાં રહેલી પથરીને નરમ બનાવવામાં મદદરૂપ થાય છે. તથા વિનેગાર પિતાશયમાં વધારાનું કોલેસ્ટ્રોલ બનતા અટકાવે છે. આ ઉપાય પિતાશયની પથરી ના દુખાવા દરમિયાન એક કારણ અને તાત્કાલિક ઈલાજ છે.

પિત્તાશયની પથરી દૂર કરવા માટે એક ગ્લાસ સફરજનના જ્યૂસમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરી તેનું નિયમિત રૂપે સેવન કરવું જોઈએ આમ કરવાથી તમારા પિતાશયમાં રહેલી પથરી ઓપરેશન આસાનીથી પોતાની મેળે દૂર થઈ જશે.

નાસપતી પણ પિત્તાશયની પથરી ની એક કારગર દવા છે. 80 ટકા પથરી કોલેસ્ટ્રોલ ના કારણે થાય છે. નાસપતી ની અંદર રહેલ પેક્ટિન નામનું દ્રવ્ય આ પથ્થરોને ધીમે ધીમે ઓગળવા મંડે છે. અને તેના નાના નાના કટકા થઈ શરીરમાંથી ફ્લશ આઉટ થઈ જાય છે. આ માટે પિતાશયની પથરી ના દર્દીઓએ નાસપતિનું સેવન કરવું જોઈએ અથવા તો તેનું જ્યૂસ પીવું જોઈએ.

ફુદીનામાં કુદરતી રીતે જ ટરપેન નામનો દ્રવ્ય હોય છે. જે પિત્તાશયની અંદર રહેલી પથરીને ઓગાળવાનો મદદરૂપ થાય છે. આ માટે તમે ફુદીનાની ચા નૂ સેવન કરી શકો છો.

લીંબુનો રસ કુદરતી રીતે જ એસીડીક હોય છે આથી તે ઍપલ સાઇડર વિનેગર જેવું જ કામ કરે છે. લીંબુના રસના સેવનથી પિતાશયની અંદર રહેલ કોલેસ્ટ્રોલમાંથી પથરી ધીમે ધીમે ઓગળવા માંડશે તથા શરીરના કચરાના નિકાલ માર્ગેથી દૂર થઈ જશે. આ માટે દરરોજ ખાલી પેટે ચાર ચમચી લીંબુનો રસ પીવો જોઈએ.

આમ ઉપર બતાવેલા આ કારગર ઉપાય કરવાથી પિત્તાશયમાં રહેલી પથરી આસાનીથી દૂર થઈ જશે તથા તમારે સર્જરી કરવાની કોઈ આવશ્યકતા નહીં રહે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *