મિત્રો સામાન્ય રીતે દરેક પિતાના કામનો ભાર તેનો પુત્ર ઉઠાવતો હોય છે. પરંતુ જ્યારે તે પુત્ર મોટો થઈ જાય છે અને પોતે સક્ષમ બની જાય છે. ત્યાર બાદ જ તે પોતાના પિતા નો ભાર ઉપાડે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી કહાની વિશે કે, જેની અંદર માત્ર ૧૩ વર્ષના નાના એવા બાળકે પોતાના પિતાને કામ કરતા થાકી જતા જોઈ કરી નાખ્યું એવું કામ કે જે કોઈ સ્વપ્નમાં પણ ન વિચારી શકે.
આ વાત છે મુંબઈના ૧૩ વર્ષના એક બાળક તિલક મહેતાની. આઠમાં ધોરણમાં મળતો આ બાળક દરરોજ પોતાના પિતાને કામ પરથી આવી ને એકદમ થાક્યા-પાક્યા જોઈને દુઃખી થઈ જતો હતો. કેમકે, તેને લાગતું હતું કે તે પોતાના પિતાની કાંઈ મદદ કરી રહ્યો નથી. અને તેના પિતા એકલા કામ કરી કરીને ખૂબ જ થાકી જાય છે. દરરોજ આવો વિચાર તેને મનમાં ને મનમાં દુઃખી કરતો રહેતો હતો.
ત્યારબાદ આ બાળકને મનમાં એક વિચાર આવ્યો. અને એ વિચાર એવો હતો કે કોઈ વિચારી જ ન શકે કે આવડા નાના બાળકને આવડો મોટો વિચાર આવી શકે. આ બાળકે પોતાના પિતાને આવી હાલત જોઈને તેની મદદ કરવા માટે ખોલી નાંખી એક આખી મોટી કંપની. જી હા, આ બાળકે પોતાના પિતા પાસેથી પ્રેરણા લઈને એક આખી કંપની જ ખોલી નાખી જેનું નામ રાખ્યું સ્ટાર્ટઅપ પેપર્સ એન્ડ પાર્સલ.
ક્યાંથી મળી આ પ્રેરણા
જ્યારે આ બાળકને તેના ઇન્ટરવ્યૂ ની અંદર પૂછવામાં આવ્યું કે, તેને આ કંપની ખોલવાની પ્રેરણા ક્યાંથી મળી. ત્યારે તિલક મહેતાએ તેના જવાબમાં કહ્યું કે, જ્યારે તે પોતાના પિતાને કોઈ પણ બુક લાવવા માટેનું કહેતા હતા ત્યારે તેના પિતા આખો દિવસની મહેનત માંથી થાક્યા-પાક્યા બુક લાવવી પડતી હતી. જે જોઈને તિલક મહેતાને હિંમત ન હતી કે તે પોતાના પિતા પાસે કોઈ વસ્તુ મંગાવે. અને આ બાબત પરથી જ તિલક મહેતાને આ કંપની ખોલવાનો વિચાર આવ્યો કે કઈ રીતના માત્ર ૨૪ કલાકની અંદર કોઈપણ જગ્યાએ નાના પાર્સલ ને પહોંચાડી શકો.
કઈ રીતે થઈ કંપનીની શરૂઆત
જ્યારે તિલક એ પોતાના આ આઇડિયાને બેન્કના એક કર્મચારીને બતાવ્યો. ત્યારે તે બેંકના કર્મચારીએ પોતાની નોકરી માંથી રાજીનામું આપીને તિલક સાથે આ કંપની શરૂ કરવા માટે જોડાઈ ગયો. તથા તે આ કંપનીનો સીઈઓ બની ગયો. ત્યારબાદ તેને જરૂરી એવી દરેક મદદ કરી અને કંપનીને આગળ વધારવા માટે તેનો પૂરેપૂરો સાથ સહકાર આપ્યો.
કઈ રીતે કરે છે આ કામ
તિલક મહેતાની PNP કંપની મુંબઈ શહેરની અંદર લોકો સુધી તેના જરૂરિયાતના પહોંચાડવાનું કામ કરે છે. આ માટે આ કંપની એક મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓપરેટ કરે છે. જેની અંદર જે કોઈપણ વ્યક્તિને કોઈપણ વસ્તુનું પાર્સલ કોઈ જગ્યાએથી લાવવાનું હોય તો તે મોબાઈલ એપ્લિકેશનની અંદર તેની રિક્વેસ્ટ નાખે છે. અને માત્ર ગણતરીના કલાકો ની અંદર જ તેની જગ્યાએ પહોંચી જાય છે.
૧૩ વર્ષના નાના બાળક મહેતાની આ કંપનીની અંદર હાલમાં 200 જેટલા માણસો કામ કરે છે. આ ઉપરાંત તેણે 300 ડબાવાળાઓની પણ સહાયતા લીધી છે. હાલમાં આ કંપની દ્વારા કોઈપણ જગ્યાએ ત્રણ કિલો જેટલા વજન સુધીનું પાર્સલ પહોંચાડવામાં આવે છે. જો કોઈપણ પાર્સલ નું વજન ત્રણ કિલો કરતા વધારે હોય તો આ કંપની દ્વારા તે પાર્સલ સ્વીકારવામાં આવતું નથી. અને આ માટે તે રૂપિયા ૪૦ થી માંડીને 180 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરે છે.
શું છે તેનું ભવિષ્ય નો ગોલ
તિલક મહેતાએ પોતાના ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું હતું કે, 2020 ની અંદર તે આ કંપનીને હજુ પણ વધુ ઊંચાઇ ઉપર લઇ જવાની કોશિશ કરશે. તથા તેણે એ પણ જણાવ્યું કે ૨૦૨૦ સુધીમાં આ કંપની દ્વારા અંદાજે સો કરોડ સુધીનું ટર્ન ઓવર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. અને આજે તિલક મહેતાની આ કંપનીની અંદર તેની હિસ્સેદારી વધીને ૨૦ ટકા થઇ ગઇ છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.