ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાના લગભગ દરેક દેશોમાં હૃદયની બીમારીવાળા લોકોની સંખ્યા વધતી જાય છે. આજના સમયમાં નાની ઉંમરના વ્યક્તિઓને પણ દિલની બીમારી થઈ રહી છે. ફક્ત 15 વર્ષના બાળકો કોણ હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. એટલા માટે જ આજે આપણે ખાસ જરૂર છે, આપણા હૃદયને સ્વસ્થ રાખવાની.
હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રકારની દવાઓ તથા વ્યાયામ કરવાની જરૂરત પડે છે. આજે અમે એવા જ એક કારગર ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કે જેના કારણે તમારા હૃદયની બીમારી થશે જળમૂળથી દૂર, તથા તમને ક્યારેય હૃદયના એટેકની સંભાવના નહીં રહે.
હૃદયની બીમારી સામાન્ય રીતે તમારી અવ્યવસ્થિત જીવનશૈલી તથા અવ્યવસ્થિત ખોરાકના કારણે થાય છે. શરીરની અંદર જો અન્ય કોઈ અંગો કાર્ય કરતા બંધ થઈ જાય તો પણ આપણે જીવિત રહી શકીએ છીએ. પરંતુ જો હૃદય કાર્ય કરતો બંધ થઈ જાય તો આપણે જીવી શકશે નહીં. આથી જ હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પીપળના પાન આ રીતે ઉપયોગ કરવો જોઈએ.
આ માટે સૌથી પહેલા પીપળના 15 પાનનો ખાસ ધ્યાન રાખવું કે આ પાંદડાં ગુલાબી ન હોય પરંતુ એકદમ કોમળ અને લીલા રંગના હોવા જોઈએ. ત્યારબાદ આ પાન ના ઉપરના તથા નીચેના અમુક વધારાના ભાગને દૂર કરી નાખો. ત્યારબાદ આ પાન ને પાણીમાં ઉકાળવા મુકો. જ્યારે ત્રીજા ભાગનું પાણી વધે ત્યારે પાણીને ગાળીને ઠંડુ થવા દો. આ રીતે તૈયાર છે હૃદયની બીમારીથી બચવા માટે ની દવા.
દિલની બીમારીથી બચવા માટે આ ઉકાળાનું દિવસમાં ત્રણ વખત સેવન કરવું જોઈએ. પીપળના પાન ની અંદર રહેલા તત્વો તમારા હૃદયને મજબૂત બનાવે છે. આથી એકધારા થોડા દિવસ માટે આ ઉકાળો પીવાથી તમારા હૃદયને લગતી દરેક બીમારી દૂર થશે. તથા અમારું હૃદય ચુસ્ત-દુરુસ્ત થઇ જશે.
આમ સાવ સામાન્ય લાગતા એવા આ ઉપાયથી કોઈપણ વ્યક્તિ લાંબો સમય સુધી પોતાના હદયને નિરોગી રાખી શકે છે. તથા આ પાણીનું નિયમિત સેવન કરવાથી તેને જિંદગીભર હૃદયરોગના હુમલાની સંભાવના ઘટી જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.