પેટની આસપાસ આવેલા સ્ટ્રેચમાર્ક્સને આ રીતે કરો દૂર

દરેક મહિલાઓને પ્રેગનેન્સી બાદ તેના પેટના ભાગ પર સ્ટ્રેચ માર્ક્સ ની સમસ્યા સર્જાય છે ઘણી વખત ડાયેટિંગ કરવાના કારણે તેનો બેલીફેટ અચાનક ઘટી જવાના કારણે પણ તેના પેટ ઉપર જોવા મળે છે મહિલાઓ પોતાનું પેટ ઘટાડી નાખે છે પરંતુ તેના પર રહેલા આ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરી શકતી નથી આથી તે અમુક પ્રકારના પ્રધાનો પણ પહેરી શકતી નથી.

ઘણી સ્ત્રીઓને ક્રોપ ટોપ તથા અન્ય પ્રકારના પરિધાન પહેરવાનો ખૂબ શોખ હોય છે પરંતુ પોતાના પેટ ઉપર રહેલા સ્ટ્રેચમાર્ક્સને કારણે સ્ત્રીઓ આ પ્રકારના વેસ્ટન પરિધાન ધારણ કરી શકતી નથી આજે બજારમાં અને પ્રકારની stretch marks removal cream અવેલેબલ છે પરંતુ આ ક્રીમ દ્વારા પણ કોઈ નક્કર પરિણામ મળતાં નથી આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા અમુક સરળ ઉપાય કે જે કરવાથી તમે પણ છુટકારો મેળવી શકશો આ સ્ટ્રેચમાર્ક્સ ના નિશાન માંથી.

તમારા પેટના ભાગની આસપાસ રહેલા સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે તમારે બનાવવાની જરૂર છે આયુર્વેદિક સ્ક્રબની આ માટે તમારે જરૂર પડશે કોકો બટર અને કોફી પાવડર ની આ માટે ઓગળેલા કોકો બટર માં કોફી પાઉડર ભેળવીને તેનું સ્ક્રબ બનાવી લો આ સ્ક્રબને બરાબર ભેળવીને એક વાટકીમાં લઈ લો.

ત્યારબાદ આ સ્ક્રબ વડે તમારા પેટની સ્કીન કે જે જગ્યાએ સ્ટ્રેચમાર્ક્સ ના નિશાન છે ત્યાં હળવે હાથે તેની માલિશ કરો અંદાજે 10 થી 15 મિનિટ સુધી આ તમારે માલિશ કરવી પડશે તથા અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ માટે આ પ્રકારે આ સ્ક્રબ થી માલિશ કરવી પડશે.

કોકો બટર અને કોફીના પાવડર દ્વારા બનાવેલા આ સ્ક્રબને તમારા પેટના સ્ટ્રેચમાર્ક્સ ની જગ્યાએ કરવાથી થોડા સમયની અંદર તમારા સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે કોફીમાં કેફિનનું દ્રવ્ય હોય છે જે તમારા સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ ઉપરાંત કોફીને સ્ટ્રેચમાર્ક્સ વાળી જગ્યાએ લગાવવાથી તમારી ત્વચાની ટાઈટનેસ ને વધારે છે જેને કારણે પ્રેગનેન્સી બાદ તમારી ખેંચાયેલી ત્વચામાં ફરીથી કસાવ લાવે છે અને સ્ટ્રેચ માર્ક્સને દૂર કરે છે.

કોકો બટર એ ખૂબ જ સારા મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે આથી કોકો બટર ને કોફીના પાઉડરમાં ભેળવીને લગાવવાથી તે તમારા સ્કીન ની આસપાસ સારા એવા મોઇશ્ચરાઇઝર તરીકે પણ કાર્ય કરશે તથા તમારા ચામડીને હાઈડ્રેટ રાખશે આમ આ રીતે કોફી અને કોકો બટર ના મિશ્રણનું સ્ટ્રેચમાર્ક્સ વાળી જગ્યાએ લગાવવાથી થોડા સમયમાં સ્ટ્રેચ માર્કસ ના નિશાન દૂર થાય છે

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *