શ્રાવણ માસ એટલે હિંદુ સંસ્કૃતિ અનુસાર ભારતનો સૌથી પવિત્ર માસ શ્રાવણ માસને ભગવાન શંકરનો માસ ગણવામાં આવે છે. શ્રાવણ મહિનાની અંદર જાતજાતના તહેવારો આવે છે. આ ઉપરાંત ભગવાન શંકરના ભક્તો શ્રાવણ માસની અંદર ઉપવાસ રહીને ભગવાન શંકરને રીઝવવા માટે ની કોશિશ કરે છે. શ્રાવણ મહિનાની અંદર અનેક પ્રકારનાં વ્રત પણ આવે છે. જે ની અંદર લોકો ઉપવાસ રાખીને જાતજાતના પુણ્ય કમાય છે.
થોડાક સમયની અંદર શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે. અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. અને આ માટે જ લોકો ભગવાન શંકરને ખુશ કરવા માટે આ મહિનાની અંદર જાતજાતના ઉપાયો કરતા હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર ની અંદર ભગવાન શંકર અને શ્રાવણ મહિના વિશે અમુક વાતો કહેવામાં આવી છે. જેની અંદર ભગવાનનો અભિષેક કઈ રીતે કરવું આ ઉપરાંત તેને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરો. કે જેથી તમારો દરેક દોષ દુર થાય તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ.
શ્રાવણ મહિનાની અંદર ભગવાન શંકરને અભિષેક કરતી વખતે જો આ વસ્તુ અર્પણ કરવામાં આવે તો, તમારા કુંડલિની અંદર રહેલા દરેક દોષો દૂર થાય છે. આ ઉપરાંત તમારા જીવન માટે સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ.
ધતુરો
ભગવાન શંકર અને ધતૂરો ખૂબ જ વ્હાલો છે. ધતુરો આમ તો એક પ્રકારની ઔષધિ છે. પરંતુ ઘણા લોકો તેને ઝેરી પણ માને છે. પરંતુ જે લોકોને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવાની હોય. તે લોકો ભગવાન શંકરને ધતુરો ચડાવે આમ કરવાથી તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
દૂધ
ભગવાન શંકરને અભિષેક કરતી વખતે જો દૂધનો અભિષેક કરવામાં આવે. અથવા તો ભગવાન શંકરને દૂધ નો અભિષેક પણ કરવામાં આવે તો તમારા દરેક કાર્યો સફળ થાય છે. આ ઉપરાંત જો કોઇ લોકોને માનસિક ત્રાસ હોય અથવા તો કોઈ માનસિક પરેશાની હોય તો તે પણ દૂર થાય છે. આ ઉપરાંત કુંડળીના દોષ પણ દૂર થાય છે આમ શ્રાવણ મહિનાની અંદર ભગવાન શંકરને દુધ અર્પણ કરવાથી આ ફાયદાઓ થઈ શકે છે.
ચંદન
જો શ્રાવણ મહિનાની અંદર ભગવાન શંકરને ચંદનનો લેપ અર્પણ કરવામાં આવે તો સમાજની અંદર તે વ્યક્તિની માન-સન્માન અને પ્રતિષ્ઠા વધે છે. ચંદન ની અંદર શીતળતાનો ગુણ હોય છે. આથી લોકોના મન શાંત રાખવા માટે પણ ભગવાન શંકર પર ચંદનનો લેપ કરવો જોઇએ. તથા તેને ચંદન અર્પણ કરવું જોઇએ.
ભાંગ
ભાંગ એ ભગવાન શંકરની સૌથી પ્રિય વસ્તુ છે. સામાન્ય રીતે આપણે ત્યાં નો ઉપયોગ નશો કરવા માટે થાય છે. પરંતુ જો શ્રાવણ મહિનાની અંદર આજ ભાગનું અર્પણ ભગવાન શંકરને કરવામાં આવે તો જે લોકોને ધ્યાન લગાવવું છે તે લોકો માટે ખૂબ જ ફાયદો થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.