મિત્રો આપણને દરેક લોકોને પપૈયા ખૂબ જ ભાવતા હોય છે. કેમકે પપૈયાં તે સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે તથા ચાવવામાં પણ પોચા હોય છે. આથી મોટી ઉંમરના લોકો કે જેના દરેક દાંત તૂટી ગયા છે તેવા લોકો માટે પણ પપૈયુ ખૂબ જ સ્વાદિષ્ટ બની રહે છે. પપૈયું એક એવું ફળ છે કે જે નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધીના દરેક લોકોને ખૂબ જ ભાવતું હોય છે. પપૈયુ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત પપૈયાના સેવનથી ત્વચા લગતી દરેક સમસ્યાઓ પણ દૂર થાય છે.
પરંતુ સામાન્ય રીતે જ્યારે આપણે પપૈયાનું સેવન કરીએ છીએ ત્યારે તેની અંદર રહેલા વધારાના બીને આપણે દૂર કરી દઈએ છીએ અને તે બીને કચરાના ડબ્બામાં જવા દઈએ છીએ. પરંતુ જો અમે તમને એમ કહીએ કે પપૈયાના આ વધારાના બી પણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો? શું તમે માનશો? જી હા, પપૈયા ની અંદર રહેલા બીજ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આપણે જેને વેડફી દઈએ છીએ અને ફેંકી દઈએ છીએ તે જ પપૈયાના બી આપણા સ્વાસ્થ્ય માટે આ રીતે ફાયદાકારક સાબિત થાય છે.
જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ સર્જાતી હોય તે લોકો માટે પપૈયાના બી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે પપૈયાં આ બીજનું સેવન કરવાથી શરીરની અંદર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન ઉત્પન્ન થાય છે. જેને કારણે મહિલાઓને ઓછા હિમોગ્લોબિનની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
આ ઉપરાંત પપૈયાના બીજનું સેવન કરવાના કારણે શરીરની અંદર નવું લોહી બને છે જેને કારણે શરીરની ત્વચા સમય જાતે સુંદર બનતી જાય છે.
જો કોઈ પણ સ્ત્રીઓ ગર્ભધારણ કરવા ન માગતી હોય તો આ માટે પપૈયાના બી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો સ્ત્રીઓ દરરોજ એક ચમચી જેટલા પપૈયા બીજનું સેવન કરે તો તે અંચાહા ગર્ભથી મુક્તિ મેળવી શકે છે.
આમ જો પપૈયાના બીજ નુ યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.