પંજાબી ખાવાના શોખીનો માટે પનીર ટિક્કા મસાલા, જાણો શું છે તેની રેસિપી.

મિત્રો આજે મોટાભાગના લોકોને ચટપટું ખાવાનું ખૂબ જ મન થતું હોય છે. અને આ માટે તે અવાર-નવાર હોટલની અંદર જાય છે. અને આપણે ત્યાં મોટેભાગે જ્યારે લોકો હોટેલ ની મુલાકાત લે છે ત્યારે તેની અંદર પંજાબી રેસીપી તો ઓર્ડર કરે જ છે. કેમ કે, મોટા ભાગના ગુજરાતીઓ ને પંજાબી રેસીપી ખૂબ જ વધુ સ્વાદિષ્ટ લાગે છે. અને તેમાં પણ જો પનીરવાળું શાક હોય તો તેની વાત જ કંઈક અલગ થઈ જાય છે.

પરંતુ આપણે દરેક લોકો જાણીએ છીએ કે, ઘણી વખત હોટલની અંદર બનાવવામાં આવેલું ફૂડ હાઇજેનિક હોતું નથી. આ ઉપરાંત તે તમારા સ્વાસ્થ્યને પણ ખરાબ કરી શકે છે. આ રસોઈ ની અંદર ઉપયોગમાં લેવાયેલા તેલ તથા વસ્તુઓ પણ નુકસાનકારક હોય છે. પરંતુ હોટલની અંદર આ પંજાબી શાક ના સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાના કારણે આપણે ન છૂટકે હોટલની અંદર જવું પડે છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે, અમે આ પંજાબી શાક બનાવવા માટે ની રેસીપી આપી રહ્યા છીએ. તો જી હા મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પનીર ટીકા મસાલા બનાવાની રેસીપી.

સામગ્રી

  • 2 કપ પનીર
  • ૧ વાટકો ડુંગળી
  • એક સિમલા મિર્ચ
  • 1 ટમેટુ
  • 1 ચમચો સરસવનું તેલ
  • એક ચમચી લસણની પેસ્ટ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • બે ચમચી લાલ મરચુ પાઉડર
  • 1 ચમચી ચાટ મસાલો
  • અડધી ચમચી ગરમ મસાલો
  • એક ચમચી કસુરી મેથી
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

સૌપ્રથમ એક બાઉલમાં પનીર, ટમેટા, સિમલા મિર્ચ, ડુંગળી ને છોડીને બાકી બધી જ વસ્તુઓ ભેગી કરી લો.
ત્યારબાદ તેની અંદર પનીર સિમલા મિર્ચ. અને ડુંગળી પણ ઉમેરી દો.

હવે આ મિશ્રણને બરાબર હલાવીને બે કલાક સુધી આ મસાલનો સ્વાદ પનીર ની અંદર ભળી જાય ત્યાં સુધી ચડવા દો.
અહીં ખાસ ધ્યાન રાખવું કે, તેમાં ઉમેરેલા દહીની અંદર બધા જ શાકભાજી બરાબર મિક્સ થયેલા હોય.
ત્યારબાદ આ મિશ્રણને માઇક્રોવેવ ઓવન ની અંદર ગરમ કરવા માટે મૂકો.

આ માટે માઇક્રોવેવ ઓવનને દસ મિનિટ પહેલાં 220 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ફ્રી હીટ કરો.
ત્યારબાદ તેની અંદર આ બધી જ વસ્તુઓ નો મસાલો મૂકી 15 મિનિટ સુધી તેને ચડવા દો.

ત્યારબાદ આ શાકને પ્લેટની અંદર કાઢી લઇ તેના પર ધાણા ભાજી વેરી દો અને જરૂર પડે તો લીંબુનો રસ પણ ઉમેરી દો.
બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પનીર ટિક્કા મસાલા.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *