પાણીપુરી પર નથી કોઈ પણ જાતનો પ્રતિબંધ તો હવે ખુબ ખાવ અને સબકો ખીલાઓ.

મિત્રો પાણીપુરી નું નામ પડતાં જ મહિલાઓના મોંમાં પાણી છૂટી જાય છે. કેમકે લગભગ કોઈ સ્ત્રી એવી નહિ હોય કે જેને પાણી પુરી ન ભાવતી હોય અને એમાં પણ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના લગભગ દરેક શહેરની અંદર મોટાભાગની સ્ત્રીઓ બપોર પછી પાણીપુરી ની લારી એ જોવા મળે જ છે. સામાન્ય રીતે ગુજરાતના કોઇપણ શહેરમાં બપોર પછી જાવ તો પાણીપુરીની લારી ની આજુબાજુ મેળા જેવું વાતાવરણ સર્જાય છે.

આવી તીખી તમતમતી મસાલેદાર અને રસીલી પાણીપુરી તો દરેક મહિલાઓને ભાવે જ છે. પરંતુ હાલમાં જ આ પાણી પુરી ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બની રહી છે. કેમ કે હાલમાં જ એક એવી અફવા ફેલાવી હતી કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પાણીપુરી ખાવા ઉપર બેન લગાવી દેવામાં આવ્યો છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે જો આ પાણીપુરીને બેન કરી દેવામાં આવે તો સ્ત્રીઓની શું હાલત થાય. સ્ત્રીઓ બપોર પછીના નાસ્તામાં કરે શું? આજે અમે આપને બતાવીશું આવા અંગેની હકીકત.

મહિલાઓએ હવે ડરવાની જરૂર નથી. કેમ કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાલમાં જાહેરાત કરવામાં આવી છે અને આ અંગે તેણે ખુલાસો કર્યો છે, કે વડોદરા શહેરની અંદર પાણીપુરીની લારીઓ પર કોઇપણ જાતનો પ્રતિબંધ રાખવામાં આવ્યો નથી અને આથી જ વડોદરા શહેર અને બાકીના અન્ય શહેરોની સ્ત્રીઓ પાણીપુરીને પહેલાની જેમ જ ખાઈ શકે છે. જેને કારણે મહિલા વર્ગની અંદર ખુશીનો માહોલ છવાઇ ગયો છે. આથી લોકોમાં આફવા તરીકે ફેલાયેલી આ ખબર કે વડોદરા ની અંદર પાણી પુરી ખાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે તદ્દન ખોટી છે.

સામાન્ય રીતે મોટાભાગના લોકો જાણે છે કે પાણીપુરી જે જગ્યાએ બને છે અને જે વસ્તુ માથી બને છે તે મોટે ભાગે ખૂબ જ દૂષિત જગ્યા હોય છે અને પાણીપુરી જે બટાટા માંથી અને લોટમાંથી બનાવવામાં આવે છે તે પણ ખૂબ ખરાબ હોય છે. આથી જ આરોગ્યની દૃષ્ટિએ જોવા જઈએ તો પાણીપુરી આપણા આરોગ્ય માટે હાનિકારક છે અને આથી જ અવારનવાર પાણીપુરી પર પ્રતિબંધ લગાવવાની વાતો ફેલાતી રહે છે. પરંતુ જો સ્વાદની વાત કરીએ અને મહિલાઓના અધિકાર ની વાત કરીએ તો મહિલાઓને પાણી પુરી ખાવાથી કોઇ વંચિત રાખી શકે તેમ નથી.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *