મિત્રો આપણે દરેકને પનીર ખૂબ જ પસંદ હોય છે. અને પનીરમાંથી બનેલું શાકાહારી અને માંસાહારી એમ દરેક લોકો ખાઈ શકે છે. આપણે જો કોઈ રેસ્ટોરન્ટની અંદર જઈએ તો પણ આપણે હંમેશાં એ માટે પનીરનું શાક પણ મંગાવીએ છીએ. અને પનીર આપણને એટલું છે કે, આપણે લગભગ કોઈ અઠવાડિયું એવું ખાલી નથી જવા દેતા કે જેમાં આપણે પનીર ન ખાધું હોય. પનીર સ્વાદમાં તો ખૂબ સુંદર હોય છે પરંતુ સાથે સાથે તે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ પણ હોય છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પનીર ખાવાના અમુક એવા ફાયદાઓ, કે જે જાણીને તમે પણ રહી જશો દંગ. મિત્રો પનીર ની અંદર ભરપૂર માત્રામાં સેલેનિયમ નામનું તત્વ હોય છે. જે ખૂબ જ સારા એવા એન્ટિ ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે.
આથી જો પનીરને ખાવામાં આવે તો તેની અંદર રહેલું આ સેલેનિયમ તમારી ત્વચાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડે છે. અને આથી જ વધતી જતી ઉંમરની નિશાનીઓ જેવીકે કરચલી વગેરેમાંથી તમે છુટકારો મેળવી શકો છો. અને તમે પણ મેળવી શકો છો એકદમ ચમકદાર અને ટાઈટ ત્વચા. આ ઉપરાંત પનીરના સેવનથી તમારા ત્વચાને લગતી દરેક બીમારીઓને દૂર કરે છે. તથા તેની કોશિકાઓને પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે.
પનીર ની અંદર રહેલું સેલેનિયમ તમને પ્રોસ્ટેટ કેન્સરની બીમારીમાંથી પણ બચાવે છે. પનીર ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આથી તે શરીરને જરૂરી એવું કેલ્શિયમ પુરુ પાડે છે જેને કારણે લોકોને હાડકા અને દાંત સંબંધી રોગોમાંથી રાહત મળે છે. તથા તેના હાડકા અને દાંત એકદમ મજબૂત બની જાય છે.
પનીર પ્રોટીન વિટામિન અને અન્ય મિનરલ્સ નો એક ભરપૂર સ્ત્રોત છે. જે તમારા શરીરને જરૂરી એવા દરેક પોષક તત્વો પૂરા કરે છે. અને આથી જ જો રેગ્યુલર રીતે પનીરનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે તમારા શરીરને અનેક રોગોથી દૂર રાખે છે. આથી બને તો અઠવાડિયામાં એક વખત તો પનીરનું શાક ખાવું જ જોઈએ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.