જાણો કેવી રીતે બનાવશો પાન ફ્લેવરનું આઇસ્ક્રીમ આ છે તેની રેસિપી

મિત્રો દરેક લોકોને પાન ખૂબ જ ભાવતું હોય છે અને સાથે સાથે જ એવી બીજી એક વસ્તુ છે આઈસ્ક્રીમ. દરેક લોકોને આઈસ્ક્રીમ પણ ભાવતું હોય છે. પરંતુ જો પાન અને આઈસક્રીમ સાથે મળી જાય તો તો શું વાત કહેવી. આજે બજારની અંદર અનેક જગ્યાએ પાન ફ્લેવર આઈસ્ક્રીમ મળતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ પાન ફ્લેવરનું આઇસ્ક્રીમ કઈ રીતે બનાવવુ ઘરે.

 

સામગ્રી :-

  • નાગરવેલના પાંચ પાન
  • એક વાટકો દુધ
  • બે ચમચી ગુલકંદ
  • એક ચમચી વરિયાળી
  • અડધી ચમચી એલચી પાવડર
  • અડધો કપ કન્ડેન્સ મિલ્ક
  • 250 ગ્રામ ફ્રેશ ક્રીમ
  • ટુટીફૂટી

બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક મિક્સર ની અંદર પાન ગુલકંદ વરિયાળી એલચી અને દૂધ ઉમેરી તેની એકદમ બારીક પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ એક મોટા વાટકાની અંદર ફ્રેશ cream  કાઢી લઇ તેની અંદર કન્ડેન્સ મિલ્ક ઉમેરી લો ત્યાર બાદ તેને બરાબર બેલેન્સ કરી લે.

અંદાજે 10 થી 15 મિનિટ સુધી બ્લેન્ડ કરો અને તેની અંદર યોગ્ય માત્રામાં ક્રીમ ઉત્પન્ન થઈ જશે.

ત્યારબાદ આ મિશ્રણની અંદર અગાઉથી બેસ્ટ કરેલ દૂધ અને પાનના મસાલાનું મિશ્રણ ઉમેરી બરાબર હલાવી લો.

ત્યારબાદ આઇસક્રીમને ટીનના વાસણની અંદર ઉમેરી  ફ્રિઝરમાં રાખી દો અને તેના ઉપર થોડી ટુટીફૂટી પણ વેરી દો.

અંદાજે 7 થી 8 કલાક ફ્રીજમાં રાખ્યા બાદ તેને બહાર કાઢી લઈ તેના પર વધારાની ટુટીફૂટી વેરી દો બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પાન ફ્લેવરનું આઇસ્ક્રીમ.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *