સમુદ્ર શાસ્ત્ર ની અંદર લોકોના હાથની રેખાઓ તથા પગની રેખાઓ પરથી તેના ભવિષ્ય વિશે જાણી શકાય. છે. આ ઉપરાંત આ શાસ્ત્રોની અંદર તેના હાથ અને પગના આકારના કારણે તેના ભવિષ્ય અને પર્સનાલિટી વિશે પણ જાણી શકાય છે. સમુદ્ર શાસ્ત્ર ની અંદર ઘણી બધી એવી વસ્તુઓ બતાવવામાં આવી છે, કે જેનાથી તમે કોઈપણ વ્યક્તિના પગના અંગૂઠા અને આંગળીઓ ના આકાર પરથી તે વ્યક્તિ વિશે જાણી શકો છો.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના પગના અંગૂઠાના આકાર અને તેની બનાવટ પરથી આપણે તે વ્યક્તિના ભવિષ્ય અને તેની પર્સનાલિટી વિશે જાણી શકીએ છીએ. ઘણા લોકોના પગ ના અંગુઠા ખૂબ લાંબા હોય છે. જ્યારે અમુક લોકો ના પગના અંગૂઠા એકદમ નાના હોય છે. આ ઉપરાંત દરેક લોકોના પગ ના નખ પણ અલગ-અલગ આકારના હોય છે. તો ચાલો જાણીએ પગના અંગૂઠા પરથી તે વ્યક્તિની પર્સનાલિટી.
જે વ્યક્તિના પગના અંગૂઠા વધુ માત્રામાં હોય તે લોકો હમેશા માટે સ્વનિર્ભર હોય છે. તથા તે કોઈ લોકોની આશા ઉપર રહેતા નથી અને પોતાના કામ જાતે જ કરે છે.
જે વ્યક્તિના પગના અંગૂઠા બિલકુલ હલતા નથી તે લોકો હંમેશા બીજા પર નિર્ભર હોય છે. પરંતુ તે બીજા લોકોને કાયમી માટે વફાદાર રહે છે અને પ્રેમમાં ક્યારેય દગો આપતા નથી.
જે વ્યક્તિના પગના અંગૂઠા એકદમ નાના હોય તે વ્યક્તિઓ લાખોમાં એક હોય છે. તે વ્યક્તિઓ સદંતર જુદા જ તરી આવે છે.
જે વ્યક્તિઓના પગના અંગૂઠા વણાંક વાળા હોય છે તે લોકો હંમેશા સ્વ નિર્ભર રહે છે. તથા તે પોતાની જાત મહેનત પર વધારે વિશ્વાસ રાખે છે. અને આવા લોકો મોટેભાગે એકલા રહેવાનું વધુ પસંદ કરે છે.
જે લોકોના પગના અંગૂઠા વધુ લાંબા હોય છે. તેઓમાં ખૂબ જ સારી લીડરશિપનો ગુણ હોય છે. અને મોટેભાગે તેઓ હંમેશાં એ માટે લીડર જ બનીને રહે છે.
પરંતુ વધુ લાંબા અંગૂઠા વાળા વ્યક્તિઓ ડોમિનેટીંગ નેચર વાળા હોય છે. તથા તે કોઈપણ કાર્યમાં ખુબ જ આતુરતા દર્શાવે છે આ ઉપરાંત તેઓ બુદ્ધિશાળી પણ હોય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.