મિત્રો જો પુરુષો ની વાત કરવામાં આવે તો મોટાભાગના પુરુષો પોતાનું વોલેટ પોતાના પાછળના પોકેટમાં રાખતા હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ પોતાના પૈસા અગત્યના પોતાના આઈ કાર્ડ અને ઓળખકાર્ડની સાચવી રાખવા માટે ઉપયોગ કરતા હોય છે. પોતાના દરેક વસ્તુઓને પોતાના વોલેટ ની અંદર રાખીને પોતાના પાછળના પોકેટમાં મૂકી દે છે.
લગભગ દરેક વ્યક્તિને આવી ટેવ હોય છે. તમે બહુ ઓછા પુરુષોને જોયા હશે કે જે પોતાના આગળના પોકેટ ની અંદર પાકીટ રાખતા હોય કેમકે દરેક પુરુષો માને છે કે પોતાના પાછળના પોકેટમાં બુલેટ રાખવું એ સૌથી આસાન તરીકો છે અને આથી જ મોટાભાગના લોકો પોતાના પાછળના પોકેટ ની અંદર જ રાખતાં હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ જાણે છે કે પોતાના પાછળના પોકેટમાં વોલ્ટ રાખવાના કારણે પણ થઇ શકે છે અમુક નુકસાન. જો નહીં, તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તો મારા પાછળ ના પોકેટ ની અંદર વોલેટ રાખવાના કારણે થતા નુકશાન વિશે.
એક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે જે પુરુષો પોતાના પાછળના પોકેટ ની અંદર પોતાનું વોલેટ રાખીને બેસે છે ત્યારે તેના પાછળના ભાગની અમુક નસ દબાય છે. જેને કારણે તેના સમગ્ર શરીરની અંદર નુકસાન થાય છે. રિસર્ચ એવું કહે છે કે પોતાના પાછળના પોકેટ મા વોલ્ટ રાખીને બેસવાના કારણે તેમના પીઠની ઘણી નશો દબાય છે જેને કારણે આગળ જતાં તેના શરીરની અંદર સાંધા પકડાવાની બીમારીઓ પણ થઈ શકે છે.
તમારી પોકેટ ની જગ્યાએ અમુક એવી નસો પસાર થાય છે કે જે તમને સાયટીકા ની નસો કહેવામાં આવે છે. જ્યારે તમારુ વોલેટ તમારા પાછળના ભાગમાં હોય ત્યારે આ સાઈટીકા ની નસ દબાય છે જેને કારણે આગળ જતાં તમારા શરીરની અંદર અસહ્ય દુખાવો થઇ શકે છે. તથા તમને સાઈટીકા ની સમસ્યા પણ સર્જાઇ શકે છે આથી મોટી ઉંમરે તમારા શરીરના સાંધા પકડાઈ જાય છે તથા તમને સાઈટીકા ની સમસ્યા સર્જાય છે.
તમારા પાછળના પોકેટ ની અંદર વોલેટ રાખીને તમારા ઓફિસમાં કે ચેર ઉપર બેસવાના કારણે તમારા શરીરને બેલેન્સ પર અસર પડે છે. આમ કરવાના કારણે તમારા શરીરનું બેલેન્સ વિખય જાય છે. જેથી કરીને તમારા શરીરના વિવિધ ભાગો પર વધારે જોર પડે છે અને આગળ જતા તમને સાંધાના દુખાવા તથા કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
આમ આપણી આ સામાન્ય ભૂલ કે આપણા પાછળના પોકેટ ની અંદર આપણું વોલેટ રાખવું એ નોતરી શકે છે આવી અનેક બીમારીઓને.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.