પાંચ વર્ષ પહેલાં ડિલીટ થઈ ગયેલા ફોટાઓ કરો રિકવર માત્ર 5 મિનિટમાં.

આજના ટેકનોલોજી યુગમાં લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. અને આ સ્માર્ટફોન આપણને અનેક ફીચર્સ પ્રોવાઈડ કરે છે. જેમાંનું એક છે કેમેરા. આજના સ્માર્ટફોનમાં કાયમ થી કાયમ ઊંચી ગુણવત્તા વાળા કેમેરા આવતા જાય છે અને લોકો આ કેમેરામાં પોતાની અનેક યાદો ને કેદ કરે છે. પરંતુ ઘણી વખત ભુલથી અથવા તો કોઈ ટેકનીકલ ક્ષતિના કારણે આપણા તે બધા જ તસવીરો અને આપણી બધી જ યાદો ડીલીટ થઈ જાય છે.

આ ઉપરાંત ઘણી વખત જ્યારે આપણો મોબાઈલ ચોરાઈ જાય છે, ત્યારે પણ આપણે આપણી બધી જ પર્સનલ ડિટેલ તથા આપણા બધા જ પર્સનલ ફોટાઓ ગુમાવી બેસીએ છીએ. આ ફોટાઓને તમે કોઈ જગ્યાએ સાચવીને રાખ્યા હોય તો પણ આપો મોબાઇલ ચોરી થઇ જવાના કારણે તમે તે ફોટાઓથી હાથ ધોઈ બેસો છો. ત્યારબાદ તમે વિચારો છો કે હવે શું કરી શકાય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
એક વખત આ ફોટા ડીલીટ થઈ ગયાં ત્યારબાદ તમારી પાસે એવો કોઈ ઓપ્શન નથી વધતો કે જેથી તમે તે ફોટાઓ પાછા લઈ શકો. આ ફોટાઓ પાછા લેવા માટે તમે ઘણી મહેનત કરો છો છતાં પણ તે ફોટા ઘણી વખત પાછા આવી શકતા નથી. જો તમારી સાથે પણ આવું બન્યું હોય તો અમે લાવી રહ્યા છીએ આપની આ સમસ્યાનું સમાધાન.

આજે અમે આપને બતાવી રહ્યા છીએ એક એવી એન્ડ્રોઇડ એપલીકેશન કે જેનો ઉપયોગ કરીને તમે ભૂલથી ડીલીટ થઈ ગયેલા તમારા આ ફોટાઓને ફરીથી કરી શકશો રિકવર. તમારા જૂના ફોટાઓ કે જે ડીલીટ થઈ ગયા છે તેને ફરીથી રિકવર કરવા માટે તમારે તમારા મોબાઈલ પર ઇન્સ્ટોલ કરવી પડશે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ એપ્લિકેશન આ એપ્લિકેશનનું નામ છે disk digger.

સૌપ્રથમ તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ disk digger નામની એપ્લિકેશન સર્ચ કરવી પડશે. ત્યારબાદ તમારા મોબાઈલ પર આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો. મોબાઇલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ થઇ ગયા બાદ તમારા મોબાઇલમાં એપ્લિકેશન ને ઓપન કરો. મોબાઇલ એપ્લિકેશન ઓપન કર્યા બાદ તેમાં જરૂરી માહિતી તથા વિગતો ભરી અને તેને શરૂ કરો.

જેવી તમે આ એપ્લિકેશન ઓન કરશો કે આ એપ્લિકેશન તમારા મોબાઇલમાં રહેલા દરેક ફોટાઓ ને સ્કેન કરવાની શરૂઆત કરી દેશે. અંદાજે પાંચથી દસ મિનિટ સુધી સ્કેન કર્યા બાદ આ એપ્લિકેશન તમને તમારા મોબાઇલમાં રહેલા દરેક ફોટાઓને તમારી સ્ક્રીન પર બતાવશે. આ ફોટાઓમાં એ ફોટા પણ હશે કે જે તમે આજથી પહેલા ડિલિટ કરી નાખ્યા હોય. હવે જે ફોટા ને તમે ફરીથી રિકવર કરવા માગતા હો એ ફોટાઓને સિલેક્ટ કરી તેમાં આપેલા option દ્વારા તમે તે ફોટાને તમારા મોબાઈલ પર રિકવર કરી શકો છો.

આ એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા ફોટાઓમાં આજથી પાંચ વર્ષ પહેલા પણ જો કોઈ ફોટો ડિલીટ થઈ ગયો હોય તો તે પણ એ સ્કેન ની અંદર આવી જશે અને આજથી પાંચ વર્ષ પહેલા પણ જો કોઈ ફોટો તમારાથી ભૂલથી ડીલીટ થઈ ગયો હશે તો તે ફોટો તમે ફરીથી મેળવી શકશો. આમ આ એપ્લિકેશન દ્વારા હવે તમારે તમારા ફોટાઓ સાચવવાની ઝંઝટ માંથી મુક્તિ મળી રહેશે. કેમકે જો ભૂલથી તમારા ફોટા ડીલીટ થઈ જશે તો પણ તમે તેને આ એપ્લિકેશન દ્વારા ફરીથી રિસ્ટોર કરી શકશો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *