પાંચ દિવસો સુધી આ સમયે પીવો પાણી પછી જુઓ કમાલ.

મિત્રો પાણી એ આપણા શરીરની પ્રાથમિક જરૂરિયાત છે. કેમ કે, કોઈ પણ વ્યક્તિ એક કે બે દિવસ સુધી ભૂખ્યો રહી શકે છે, પરંતુ તે પાણી વગર એક દિવસ પણ રહી શકતો નથી. પાણી આપણા શરીરને જરૂરી એનર્જી પૂરી પાડે છે તથા પાણીમાં રહેલા ઘણા તત્વો તમારા શરીરમાં રહેલા વધારાના ઝેરી તત્વોને દૂર કરે છે. તથા આપના લોહીને શુદ્ધ બનાવે છે. આમ પાણી આપણને અનેક રીતે ઉપયોગી છે.

સામાન્ય રીતે આપણને જ્યારે તરસ લાગે ત્યારે આપણે પાણી પીતા હોઈએ છીએ. પરંતુ અમુક ખાસ સમયે ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ, કેમકે આ સમયે પાણી પીવાથી તમારી તરસ છીપાઈ જાય છે. પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પાણી પીવાના સમય અને તે સમય સાથે જોડાયેલા તમારા સ્વાસ્થ્યની અમુક વાતો.

1. જેમકે જમતાં પહેલાં તરત જ પાણી પીવાથી તમારી પાચનશક્તિ નબળી પડી જાય છે, તથા તમે વધુ માત્રામાં ભોજન ખાઈ શકતા નથી અને આથી જ તમને અપચો થાય છે.

2. જમ્યા બાદ તુરત જ પાણી પીવાથી તમારી જઠરાગ્નિ મંદ પડી જાય છે. જેથી તમે જમેલો ખોરાક આસાનીથી પચતો નથી અને આથી ગેસ અને કબજિયાત જેવી બીમારીઓ સર્જાય છે.

3. આથી હંમેશને માટે જમતા પહેલા અડધી કલાક અને જમ્યા બાદ અડધી કલાક બાદ જ પાણી પીવું જોઈએ. જેથી તમારી પાચન શક્તિ યોગ્ય રીતે કાર્ય કરે અને તમને પેટ સંબંધી કોઈ બીમારી ન થાય.

4. હંમેશા એક્સરસાઇઝ કરતા પહેલા ૧ ગ્લાસ પાણી પીયને જ એક્સરસાઇઝ કરવી જોઈએ. જેથી તમારી માંસપેશીઓને જરૂરી એનર્જી મળી રહે અને તમારું શરીર ડિહાઇડ્રેટ ન થાય.
5. તમારા સુકાઇ ગયેલા હોઠ એ તમારા શરીરમાં પાણીની કમી દર્શાવે છે. આથી જ્યારે તમને તરસ ન લાગે પરંતુ તમારા હોઠ સુકાઇ જાય ત્યારે પણ અવશ્ય પાણી પીવું જોઈએ.

6. પાણી પીતા સમયે ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય પણ એક સાથે આખું ગ્લાસ પાણી ન પીય જવું. તેની જગ્યાએ તમે ચાની જેમ એક-એક ખુંટ કરીને પાણી પી શકો છો. આમ કરવાથી તમારા પેટ ફુલવાની સમસ્યામાંથી રાહત મળશે.

7. સવારે હંમેશા ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. સવારે ચા કોફી પીવા પહેલા પણ આ પાણીનું સેવન કરવું જોઇએ. આમ કરવાથી તમારા પેટ ની અંદર રહેલ બધો જ કચરો મળ વાટે બહાર નીકળી જાય છે અને તમારી વધારાની ચરબી ધીમે ધીમે ઓગળવા માંડે છે.

8. ગર્ભવતી મહિલાઓને પાણી ની સૌથી વધુ જરૂર પડે છે. આથી તેણે થોડી થોડી વારે થોડું-થોડું પાણી પીધા કરવું જોઈએ જેથી તેના શરીરમાં પાણીની કમી ન સર્જાય.

9. જો તમને ઝાડા કે ઉલટી થયા હોય તો તે સમયે પાણીની અંદર થોડું મીઠું, લીંબૂ અને ખાંડ ભેળવીને આ મિશ્રણને દિવસમાં ત્રણથી ચાર ગ્લાસ પીવું જોઈએ. જેથી તમારા શરીરમાં એનર્જી બની રહે અને તમે અણશક્તિ નો શિકાર નહી બનો.

10. સવારે ઉઠ્યા બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ કે મધ એક ચમચી ભેળવીને પીવાથી તમારા પેટની વધારાની ચરબી ઓગાળવા લાગે છે અને તમે મોટાપાથી રાહત મેળવી શકો છો.

આમ જો દરરોજ પીવામાં આવતું પાણી યોગ્ય સમયે અને યોગ્ય રીતે પીવામાં આવે તો તે તમારા શરીર માટે બની શકે છે સ્વાસ્થ્યપ્રદ, અને જો આ જ પાણીને ખોટી રીતે પીવામાં આવે તો એ પાણી તમારા શરીરને ફાયદો પહોંચાડવાની જગ્યાએ પહોચાડશે નુકસાન.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *