નીમક ને રસોઈ નો રાજા કહેવામાં આવે છે. કેમ કે આપણું કોઈ પણ ભોજન નિમક વગર પૂર્ણ થતું નથી. કેમકે ભજનમાં જો બીજી કોઈ વસ્તુ ઓછી પડી ગઈ હોય કે વધુ પડી ગઈ હોય તો તે ભોજન એટલું બેસ્વાદ નથી લાગતું. પરંતુ જો નિમક ની માત્રા વધુ કે ઓછી થઈ ગઈ હોય તો તમારું ભોજન બેસ્વાદ બની જાય છે. પરંતુ શું તમે લોકો જાણો છો કે નિમક ના પણ અલગ અલગ પાંચ પ્રકાર છે. જો નહીં, તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ નીમકના આ પાંચ પ્રકાર .
સામાન્ય રીતે મીઠું એ એક પ્રકારનો ક્ષાર છે જે સોડિયમ માથી બને છે. મીઠા નું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ પણ છે, કેમકે, તેની અંદર સૌથી વધુ માત્રામાં સોડિયમ અને ક્લોરિન હોય છે. આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આપણે ત્યાં મીઠાને દરિયાના અગરોમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત બીજા પ્રકારના મીઠા અમુક ક્ષાર નાં પથ્થરોમાંથી પણ મળે છે.
સામાન્ય રીતે મીઠું સ્વાદ માં ખારું હોય છે. પરંતુ તેના ઉત્પાદનમાં સ્રોતના આધારે તેના સ્વાદમાં થોડો થોડો ફેરફાર તો જાય છે. આ ઉપરાંત તેના ગુણોમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે. તો ચાલો જાણીએ આપણે ત્યાં આવેલા વિવિધ પ્રકારના નિમક અને તેના ફાયદાઓ.
સાદું નિમક
સાદા નિમક ને અંગ્રેજી મા table salt પણ કહેવામાં આવે છે. સાદુ મીઠુ એ આયોડીન નો સૌથી મોટો ભંડાર હોય છે. સામાન્ય રીતે તે દરિયામાંથી મીઠાના અગરો માંથી મેળવવામાં આવે છે. સાદા મીઠું પ્રમાણસર સેવન તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પરંતુ જો આ મીઠાનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નીવડી શકે છે. પરંતુ જો તેની વધુ માત્ર ન લેવામાં આવે તો લોકો બ્લડ પ્રેશરના રોગથી પીડાય છે. આ ઉપરાંત આ મીઠાની વધુ માત્રા તમારા હાથને પણ કમજોર કરી શકે છે. જેથી લોકો હાડકાંની બિમારીથી પીડાઇ શકે છે. આથી આ મીઠાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.
સંચળ
સંચળ અને કાળું નિમક પણ કહેવામાં આવે છે. કેમકે તે દેખાવમાં ઘણું કાળું હોય છે. પરંતુ સ્વાદમાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સાદા નિમક કરતા આ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી છે. આ મીઠાનું સેવન કરવાથી તમને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે. જેમ કે, ચક્કર આવવા, કબજિયાત, ઊલટી થવી, અશક્તિ લાગવી તથા બ્લડપ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ડોક્ટરો પણ ઉનાળાના દિવસોમાં એક ગ્લાસ લીંબુ પાણી માં સાદા મીઠા ની જગ્યાએ આ સચળનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. કેમ કે આમ કરવાથી તમારા શરીરમાં નવી એનર્જીનો સંચાર થાય છે. સંચળ માં રહેલુ ફ્લોરાઇડ તમારા શરીરને નુકસાનકારક થઇ શકે છે તેની વધુ માત્રામાં સેવન કરવાથી તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવી શકે છે.
સિંધવ નમક
સિંધવ નમક ને અંગ્રેજી ભાષામાં rock salt પણ કહેવામાં આવે છે કેમકે તે ક્ષારના પથ્થરોમાંથી મળી આવે છે. આ ઉપરાંત તેને રિફાઇન કર્યા વગર જ કે ફિલ્ટર કર્યા વગર જ ઉપયોગમાં લેવામાં આવે છે. આ નીમક મેગ્નેશિયમ અને આયરનો ખૂબ સારો એવો સ્ત્રોત છે. આ નમક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. સાદા મીઠા ની જગ્યાએ જો સિંધવ નમક નો ઉપયોગ કરવામાં આવે તો તેના દ્વારા હાર્ટ અટેક હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ગુણકારી સાબિત થાય છે.
લો સોડીયમ સોલ્ટ
સામાન્ય રીતે ખાવામાં આપણે આ મીઠાનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરીએ છીએ. કેમકે તેની અંદર સોડિયમની માત્રા સીમિત હોય છે. પરંતુ તેની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આથી આ પ્રકારના મીઠાનું સેવન કરવામાં આવે તો તે હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સી સોલ્ટ
આ પ્રકારના મીઠા ને બાષ્પીભવન દ્વારા બનાવવામાં આવે છે. આ મીઠા ની અંદર સાદા મીઠા જેટલી ખારાશ હોતી નથી. પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. તે પેટ ફુલવાની બીમારી સાંધાના દુખાવો સોજો તથા અન્ય બીમારીઓ ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…