નાયલોન ખમણ નું નામ પડતાં જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે લગભગ દરેક લોકોને નાયલોન ખમણ ખૂબ જ ભાવતા હોય છે કેમકે ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગી છે. હવે તો માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર ભારત દેશની અંદર તમને આવા નાયલોન ખમણ જોવા મળશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો પ્રેશરકુકરમાં આ નાયલોન ખમણ.
સામગ્રી :-
- ૧ કપ ચણાનો લોટ
- અડધો કપ દહીં
- ૧ ઝીણી સમારેલ લીલુ મરચું
- એક ચમચી હળદર
- અડધી ચમચી રાઈ
- એક કટકો આદુ
- એક ચમચી ઈનો
- ૧ ચમચી તેલ
- અડધો કપ પાણી
- અડધો કપ તેલ
- એક ચમચી રાઈ
- ૧ ચમચી ઝીણી સમારેલ ધાણા ભાજી
- ૮ થી ૧૦ લીમડાના પાન
- એક કપ પાણી
- એક ચમચી ખાંડ
બનાવાની રીત :-
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને દહીં ઉમેરી બરાબર હલાવી લો.ત્યારબાદ, તેની અંદર અંદાજે એક કપ જેટલું પાણી ઉમેરી એક ચમચી તેલ અને હળદર નાખી બરાબર હલાવી લો.
ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલ મરચી આદુ અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી બરાબર હલાવી લો.
ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલો એનો ઉમેરી આ મિશ્રણને બરાબર હલાવી લો.
ત્યારબાદ એલ્યુમિનિયમના કોઈપણ વાસણની અંદર આ મિશ્રણને ભરી લો અને આ વાસણમાં આ મિશ્રણ ભરતા પહેલા થોડું તેલ લગાવી લો જેથી કરીને ખમણ તેની સપાટી પર ચોંટે નહીં.
ત્યારબાદ એક પ્રેસર કુકર ને ૨૫ ટકા ભાગમાં પાણી ભરી તેની વચ્ચે આ એલ્યુમિનિયમ નું વાસણ રાખી દો.
હવે પ્રેશર કૂકરની સીટી કાઢી લઇ અંદાજે ૨૫ થી ૩૦ મિનિટ સુધી આ ખમણ અને ઢાંકણું બંધ કરી બરાબર પાકવા દો.
અંદાજે અડધો કલાક પછી તમારા નાયલોન ખમણ ફૂલીને તૈયાર થઈ ગયા હશે.
ત્યારબાદ એક કપ જેટલા પાણીની અંદર થોડું નિમક અને ખાંડ ઉમેરી બરાબર હલાવી વઘાર માટે નું પાણી તૈયાર કરી લો.
એક કડાઈમાં થોડું તેલ મૂકી દે ની અંદર રાઈ અને લીમડાનાં પાનનો વઘાર કરી તેની અંદર આ પાણી ઉમેરી દો.
હવે તૈયાર થઈ ગયેલા ખમણ ઉપર તમારો આ વઘાર ઉપર બરોબર ફેલાઈ જાય તે રીતે વેરી દો બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ નાયલોન ખમણ અને એ પણ પ્રેશરકુકરમાં.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.