પૃથ્વી પર સ્ત્રીઓને એક અનમોલ વરદાન મળે છે અને તે છે મા બનવાનું વરદાન. કોઈએ સાચું જ કહ્યું છે કે જ્યારે ભગવાન બધી જગ્યાએ નથી પહોંચી શકતો ત્યારે તેણે માતા ની રચના કરી હતી. મા બનવું એ દરેક સ્ત્રીનું ભાગ્ય હોય છે. અને મા બનીને દરેક સ્ત્રી પોતાને ધન્ય ગણે છે. માતા બનનારી સ્ત્રી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના સંતાનને જન્મ આપે છે.
માતા પોતાના જન્મેલા બાળકની પૂરેપૂરી કાળજી લે છે અને તેની સાર સંભાળ કરે છે, તે પોતાના બાળક પર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવા દેતી નથી. પરંતુ પોતાના બાળક નિસાર સંભાળ દરમિયાન ઘણી વખત માતા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી નથી. તેને કારણે તે અમુક એવી ભૂલ કરી બેસે છે, જે પોતાના માટે અને પોતાના બાળક માટે આગળ જતાં સમસ્યા સર્જી શકે છે.
આજે અમે આપને જણાવવા જઇ રહ્યા છીએ અમુક એવી ભૂલો તે છે નવી બનેલી માતાઓ વારંવાર કરે છે. જેને કારણે તેના સંતાનો અને તે પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સ્ત્રીઓ જે સૌથી પહેલી ભૂલ કરે છે તે છે આરામ નો અભાવ અત્યારના જમાનામાં જ્યારે સ્ત્રીઓ માતા બને છે ત્યારે ડીલીવરી ને કારણે તે શારીરિક નબળાઈ નો ભોગ બને છે. આથી તેને આરામની ખુબ જરૂર પડે છે પરંતુ તે બાળકોની સાર સંભાળ આરામ કરવાનું ભૂલી જ જાય છે. જેને કારણે ભવિષ્યમાં કમરનો દુખાવો તથા સાંધાના દુખાવા નો પ્રોબ્લેમ થાય છે.
નવી બનેલી માતાઓ જે બીજી ભૂલ કરે છે. તે જે પોતાના ખાણીપીણી નો ખ્યાલ અત્યારના જમાનામાં જ્યારે છોકરીઓ માતા બને છે ત્યારે તે પોતાની ખાણીપીણીમાં કોઈ પણ જાતનો ધ્યાન રાખી નથી અને પહેલાની જેમ જ તીખું તમતમતું અને ચટાકેદાર ખાવાનું શરૂ કરી દે છે. પરંતુ આમ કરવાથી તેના બાળકને પણ ખરાબ અસર થઈ શકે છે. કેમકે પહેલાના છ મહિના સુધી બાળક પોતાની માતાના દૂધ પરત ગુજારો કરે છે જેને કારણે જો સ્ત્રીઓ પોતાના ખાવાપીવામાં ધ્યાન નહીં રાખે તો તેની આડઅસર એને આડ અસર તેના બાળકો પર થાય છે.
નાના બાળકોના માતા-પિતા જે સૌથી મોટી ભૂલ કરે છે તે છે બાળકને શાંત રાખવાની ટેવ તમે જોયું હશે કે જ્યારે બાળક રડવાની સારવાર કરે છે. ત્યારે તેના માતા કે પિતા કોઈપણ એક રીત દ્વારા જ તેને હંમેશા શાંત પાડવાની કોશિશ કરે છે જેને કારણે બાળક એ રીત થી ટેવાઈ જાય છે આથી ભવિષ્યમાં ગમે ત્યારે ફરજિયાત તમારે એ રીત દ્વારા તમારા બાળકને શાંત પડવું પડશે આથી બાળકને બને ત્યાં સુધી દરરોજ અલગ-અલગ રીતે શાંત પાડવાની કોશિશ કરો જેને કારણે બાળકો એક પ્રકારની ટેવથી ટેવાઈ ન ન જાય.
નવી બનેલી માતાઓના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે પરંતુ તે પ્રશ્ન હોય છે કે તેને પૂછી શકતી નથી અને પૂછે તો પણ કોને પૂછવું આમ વિચારીને તે અમુક પ્રશ્નો ને મનમાં જ દબાવી દેશે જે ખુબ ખોટી ટેવ છે. જ્યારે બાળક સંબંધી કે તમારા સંબંધી કોઈપણ જાતના પ્રશ્નો ઉદ્ભવે આ પ્રશ્નો બીજા ને પૂછી તેનો હલ કાઢવાની કોશિશ કરવી જેને કારણે તમે અનેક પ્રકારની તકલીફોમાંથી બચી શકો છો.
ઘણી વખત માતા ક્યાય બહાર ગયા હોય તે કોઈની ઘરે બેસવા ગયા હોય ત્યારે તે પોતાના બાળકને સ્તનપાન કરાવવામાં શરમ અનુભવે છે જેને કારણે બાળક ઘણી વખત ભૂખને કારણે રડ્યા કરે છે પરંતુ સ્ત્રીઓએ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઇએ સ્તનપાન એ કોઈ ખરાબ વસ્તુ નથી આથી ગમે તે જગ્યાએ હોય જો તમારા બાળકને ભૂખ લાગી હોય તો તેને અવશ્ય અવશ્ય સ્તનપાન કરાવવું જોઈએ.
આમ નવી બનેલી માતાઓ જો આવી અમુક બાબતોનું ધ્યાન રાખશે તો તે ચોક્કસ પણે પોતાને તથા પોતાના બાળકને સદાયને માટે સ્વસ્થ રાખી શકશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.