જાણો આખરે કોણ હતા નંદી અને શા માટે તેની મૂર્તિને શિવ મંદિરમાં ભગવાન શિવની સામે જ મુકવામાં આવે છે. અને જે પણ લોકો શિવજીના આ મંદિરમાં જાય છે એ એ પોતાની મનોકામના નંદીના કાનમાં કહે છે. કારણકે નંદી ભક્તોની મનોકામના સીધીજ શિવજી પાસે પહોચાડે છે. પરંતુ શું તમે જાણો છો નંદીને શા માટે શિવજીની સામે જ સ્થાન આપવામાં આવ્યું છે? અને શા માટે લોકો શિવજીને નહિ પરંતુ નંદીને પોતાની મનોકામના જણાવે છે? ખરેખર તેની પાછળ એક કથા જોડાયેલી છે અને એ આ પ્રકારે છે-

નંદી ભગવાનની કથા:-
કહેવાય છે શીલાદ મુની હંમેશા તપમાં જ તલ્લીન રહેતા હતા અને તેમણે લગ્ન નહોતા કર્યા તેથી તેના પિતાજીને તેની ખુબજ ચિંતા હતી કે તેનો વંશ આગળ કેવી રીતે વધશે. પિતાજીની આ ચિંતાનું નિરાકરણ લાવવા માટે શીલાદ મુનિએ તપસ્યા કરી ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કરવાની કોશિશ કરી. જેથી એ ભગવાન ઇન્દ્ર પાસેથી એવા સંતાન ની પ્રાપ્તિ કરી શકે જે જન્મ અને મૃત્યુના બંધનથી હીન હોય. પરંતુ ઇન્દ્ર ભગવાન શીલાદ મુનીની આ કામના પૂરી ના કરી શક્યા. અને તેમણે એવો પુત્ર શીલાદ મુનિને નાં આપ્યો. જો કે શીલાદ મુની ની તપસ્યાથી શિવજી પણ ખુબજ પ્રસન્ન થયા અને ઇન્દ્રને વરદાન પૂરું કરવા માટે અસમર્થ હોવા છતાં શિવજી એ શીલાદને દર્શન આપ્યા અને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.

થયો નંદીનો જન્મ:
ભગવાન શંકરના દ્વારા વરદાન મળ્યાના થોડા સમય બાદ જમીનમાંથી શીલાદ ને એક બાળક મળ્યું અને એ બાળકનું નામ તેણે નંદી રાખ્યું. જયારે નંદી મોટો થયો તો બે મુનીઓએ નંદી માટે ભવિષ્યવાણી કરી અને કહ્યું કે એની જીંદગી વધુ લાંબી નથી. મુનિઓની ભવિષ્યવાણી સાંભળીને નંદીએ શંકરજીની પૂજા કરવાનું ચાલુ કર્યું અને જંગલમાં જઈને ભગવાન શિવનું ધ્યાન કરવા લાગ્યો.

ભગવાન શિવજી નંદીનું ધ્યાન અને તપ થી ખુબજ પ્રસન્ન થયા અને તેને નંદી ને દર્શન આપ્યા. નંદીએ ભગવાન શિવજીને હંમેશા તેની સાથે રહેવાનું અને અમર થવાનું વરદાન માંગ્યું. ભગવાન શિવજીએ નંદીને આ બંને વરદાન આપ્યા અને કહ્યું કે આજથી એનું નિવાસ્થાન એજ નંદીનું નિવાસ સ્થાન રહેશે. અને નંદીને શંકર ભગવાને પોતાની સાથે પોતાનો દ્વારપાળ બનાવી લીધો. ત્યાર બાદ જે કોઈ લોકો કૈલાસ આવતા એને પહેલા નંદીને મળવાનું થતું અને ત્યાજ કૈલાસ માં રહેવાથી નંદીએ થોડા સમય પછી મરૂતોની પુત્રી સુયાશા સાથે લગ્ન કરી લીધા.

શિવજી દ્વારા આપેલ વરદાનથી જ દરેક મંદિરમાં નંદી ની મૂર્તિ તેની સામે જ રાખવામાં આવે છે. શંકર ભગવાન તપસ્વી છે અને એ તપસ્યામાં હંમેશા લીન રહેતા હતા. અને તેથીજ તેમના ભક્તો નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા જેથી નંદી તેમની કામના શંકર ભગવાન સુધી પહોચાડી શકે.
