નાનપણમાં જો કોઇ છોકરાને કેન્સર થાય છે તો તેની સારવાર માટે તેને વારંવાર રેડિયોએક્ટીવ તરંગો દ્વારા સારવાર કરવામાં આવે છે. આથી બાળક વારંવાર આવા હાનિકારક રેડીઓ એક્ટિવ તરંગોના ના સંપર્કમાં આવ્યા કરે છે. જેના કારણે બાળકોના હોર્મોન્સમાં વિકાર આવવાની પૂરી સંભાવના રહે છે. આથી મોટી ઉંમરમાં આવા બાળકોને થાયરોડ, ડાયાબિટીસ તથા શ્વાસને લગતી અનેક બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે.
આ અંગેના ખતરાઓ વિશે અમુક મોટા સર્જનો દ્વારા તથા ઈન્ડો-ક્રાઈન સોસાયટીના એક સપ્તાહમાં “clinical practice guidelines” જારી કરવામાં આવી છે જેની અંદર આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે.
આ ગાઈડલાઈન અનુસાર નાની ઉંમરમાં સતત રેડિયોએક્ટિવ કિરણોના સંપર્કમાં આવવાના કારણે બાળકોના હોર્મોન્સમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે. જેના કારણે શરીરની અંદર અમુક પ્રક્રિયાઓને નિયંત્રિત કરતી ગ્રંથિઓ યોગ્ય રીતે કાર્ય કરતી નથી જેના કારણે શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ થાય છે.
જેમાં સૌથી પહેલી ગ્રંથિ છે લીવર. તમારા લીવર પર ખરાબ અસર પડવાને કારણે તમારું આયુષ્ય ટૂંકાઈ જાય છે. આ ઉપરાંત શરીરમાં શર્કરાનું ઉત્પાદન તથા નિયંત્રણ કરતી ગ્રંથિ પણ આગળ જતાં પોતાનું કાર્ય યોગ્ય રીતે કરતી નથી, જેને કારણે મોટી ઉંમરે આવા બાળકોને ડાયાબિટીસ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે.
આ ઉપરાંત કેન્સરના દરદીઓની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. જેના કારણે તે વારંવાર ચેપી રોગોથી પ્રભાવિત થાય છે. આથી તેને વારંવાર શરદી, તાવ તથા અન્ય ચેપી રોગો થવાની પૂરી સંભાવનાઓ વધી જાય છે.
નાની ઉંમરમાં કેન્સરની સારવાર કરાવવાના કારણે શરીર પર પડતા રેડિયોએક્ટિવ કિરણો ના કારણે બાળકોના શરીર પરના દરેક વાળ ખરી પડે છે. આથી બાળકો નાનપણમાં જ પોતાના વાળ ગુમાવી બેસે છે. આ ઉપરાંત આ હાનિકારક રેડીઓ એક્ટિવ તત્વોના કારણે અનેક નુકસાન થાય છે.
આમ નાની ઉંમરમાં જો બાળકોને કેન્સર થાય અને જો તેની સારવાર રેડિયો એક્ટિવ પદ્ધતિ કરવામાં આવે તો આગળ જતા મોટી ઉંમરમાં તેને અનેક પ્રકારની અસાધ્ય બીમારીઓ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.