આપણી દરેક લોકો જાણીએ છીએ કે બોલિવૂડની અંદર કામ કરતા દરેક કલાકારો અઢળક રૂપિયા કમાતા હોય છે. દર શુક્રવારે જે ફિલ્મ રીલીઝ થાય છે ત્યારે તે કરોડોની કમાણી કરતા હોય છે. મોટેભાગે આપણે જાણીએ છીએ કે દરેક કલાકાર એક મૂવી બનાવવા માટે કરોડો રૂપિયાની ફી વસુલે છે. આ વાત તો થઇ બોલિવૂડની પરંતુ પૈસા કમાવાની બાબતમાં ટેલિવિઝન પણ બોલિવૂડના સ્ટાર થી કમ નથી. કેમકે ઘણા ટેલિવિઝન સ્ટાર્સ એવા છે કે જેમની એક દિવસની કમાણી જોઈને તમે પણ રહી જશો દંગ.
ટી વી સિરિયલ ની અંદર કામ કરતા અને કલાકારો એવા છે કે જે એક દિવસના લાખો રૂપિયા કમાય છે. આથી જો તેની એક મહિનાની આવક વિશે વાત કરીએ તો ઘણા કલાકારો એવા છે કે જેની એક દિવસની આવક બોલિવૂડના કલાકારો કરતાં પણ વધી જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ટીવી સીરીયલમા કામ કરતા એવા કલાકારો કે જે સૌથી વધુ ફી વસુલે છે અને કરે છે કરોડો રૂપિયાની કમાણી.
દિલીપ જોશી :-
દિલીપ જોશી પોતાની સિરીયલના એક એપીસોડ માટે રૂપિયા એક લાખ ફી વસુલે છે.
દિવ્યંકા ત્રિપાઠી :-
યે હે મોહબતે ની લીડ એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી આ સીરિયલના એક એપિસોડ માટે એક લાખ રૂપિયા ફી વસુલે છે.
શિવાજી સાતમ :-
સીઆઇડી ના સોથી સમગ્ર ભારત દેશની અંદર પ્રખ્યાત થયેલા શિવાજી સાતમ CID ના એક એપિસોડ માટે એક લાખ રૂપિયા ફી વસુલે છે.
હિના ખાન :-
એ રિસતા કયા કહેલાતા હે સિરીયલ થી સમગ્ર ભારત દેશની અંદર પ્રખ્યાત થયેલી આ સીરીયલના એપિસોડ માટે સવા લાખ રૂપિયા ફી લે છે.
રામ કપૂર :-
રામ કપૂર કોઈપણ સિરિયલ ની અંદર કામ કરવા માટે સવા લાખ રૂપિયા પ્રતિ એપિસોડથી કામ કરે છે.
કરણ પટેલ :-
કરણ પટેલ પોતાની સિરિયલ માટે સવા લાખ રૂપિયા પ્રતિ એપિસોડના દર થી લે છે.
સુનીલ ગ્રોવર :-
ધ કપિલ શર્મા શો ની અંદર કામ કરતાં સુનીલ ગ્રોવરના એક એપિસોડ માટે ૧૦ થી ૧૨ લાખ રૂપિયા ફી વસુલે છે.
કપિલ શર્મા :-
કોમેડી કિંગ કપિલ શર્મા પોતાના એક એપિસોડ માટે ૬૦ થી ૭૦ લાખ જેટલી ફી વસુલે છે.
મનીષ પોલ :-
ટેલિવિઝન પર આવનારા દરેક રિયાલિટી શો ની અંદર મનીષ પોલ સૌથી પ્રખ્યાત હોસ્ટ છે તે પોતાના એક એપિસોડ માટે દોઢ કરોડ રૂપિયા વસૂલ કરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.