ભૂલથી પણ ના આપવી જોઇએ કોઈ વ્યક્તિને આ વસ્તુની ભેટ નહિતર દુર્ભાગ્ય નહિ છોડે સાથ

આજકાલ એકબીજાને ભેટ આપવી ખુબ જ સામાન્ય વાત થઇ ગઇ છે. કોઇ પણ શુભ અવસર જેમ કે બર્થ ડે પાર્ટી, કોઇ તહેવાર તેમજ અન્ય કોઇ તક પર એક બીજાને ભેટ આપતા હોય છે પરંતુ વધારે લોકોને આ વાતની જાણકારી નથી હોતી કે અમે કોઇને પણ કેવી ગિફ્ટ આપવી જોઇએ. એકબીજાને ખોટી ભેટ આપવાના કારણે લોકોના વચ્ચે તણાવ પેદા થાય છે. પણ લોકો આ વાતને સમજતા જ નથી. ફેંગશુઇ અને વાસ્તુમાં એવી કેટલીક વસ્તુ વિશે બતાવવામાં આવ્યું છે કે જે ગિફ્ટ આપવાથી લોકોના પરસ્પર સંબંધો પર ખુબ જ ખરાબ અસર પડે છે, સાથે જ તેને ધનના નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.

૧. ભગવાનની મૂર્તિ અથવા તસવીર : વાસ્તુ અનુસાર ભગવાનની મુર્તિ અને તસવીરને ગિફ્ટ ન કરવી જોઇએ. તે રાખવાની અને તેની પૂજા કરવાની હોય છે. એટલા માટે તેને જાતે જ ખરીદવી જોઇએ.

૨. રૂમાલ : કોઇ પણ અવસર પર રૂમાલ પણ ગિફ્ટ ન કરવો જોઇએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રૂમાલ ગિફ્ટ કરવાથી લોકોની વચ્ચે નકારાત્મક વાતાવરણ ફેલાય છે અને સંબંધમાં ખરાબ અસર પડે છે.

૩. પાણીથી સંબંધિત વસ્તું અથવા શો-પીસ : ઘણીવાર લોકો વહેતા પાણીવાળુ શો-પીસ જેવી આઇટમ ગિફ્ટમાં આપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવી વસ્તુઓને ગિફ્ટ તરીકે આપવાથી સામેવાળા વ્યક્તિને પૈસાની ઉણપ અથવા આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

૪. પોતાના વ્યવસાય સંબંધિત વસ્તુ : કોઇ પણ અવસર પર પોતાના વ્યવસાયથી સંબંધિત વસ્તું બિલકુલ પણ ગિફ્ટ ન કરવી જોઇએ. દુકાન અથવા વ્યવસાયથી જોડાયેલી વસ્તુ ગિફ્ટમાં આપવાથી માણસને ધંધામાં નુકસાનનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *