આજકાલ લોકો બહારનો ખોરાક ખાવાનું ટાળીને મોટેભાગે ઘરે જ નવી નવી વાનગીઓ બનાવતા હોય છે. અને આથી જ મહિલાઓ દરરોજ ને દરરોજ નવી નવી વાનગીઓ શીખવા ની કોશિશ કર્યા કરે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવી જ એક અનોખી વાનગી કે જે વાંચીને તમને પણ બનાવવાનું મન થઈ જશે.
આપણે ત્યાં સવાર સવારમાં વિવિધ જાતના નાસ્તો કરવાની ટેવ છે આપણે નાસ્તામાં દરરોજ અલગ અલગ વસ્તુઓ જેવી કે ભાખરી, થેપલા, વઘારેલી ખીચડી, ભાખરવડી, ખાખરા, મેથીના મુઠીયા, હાંડવો, ઢોકળા અને ફાફડા ખાઈએ છીએ. તો આજે આપના નાસ્તાની આ વાનગી ની અંદર એડ કરી લો એક આ નવી વાનગી જેનું નામ છે દુધી ના મુઠીયા ઢોકળા. તો ચાલો જાણીએ દુધી ના મુઠીયા ઢોકળા બનાવવાની રીત.
સામગ્રી :-
ઢોકળા બનાવવાની રીત :-
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ અને રવાને લઈ તેમાં અંદાજે એક બાઉલ જેટલી ઝીણી ખમણેલી દુધી ને એડ કરો. ત્યારબાદ આ બધી વસ્તુ અને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે તેમાં ઉપરથી એક ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું, આદુ ની પેસ્ટ, હિંગ, કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને બધી વસ્તુઓને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે તેની અંદર બે ચમચી જેટલું તેલ નાંખી ધીમે ધીમે પાણી ઉમેરીને તેનો લોટ બાંધી લો.
ત્યારબાદ આ લોટના એકસરખા આકાર ના મુઠીયા બનાવી લો. આ મુઠીયા બનાવવા માટે લોટ નું ગુન્દ્લું હાથમાં લઈ તેને હથેળી વડે ધીમે-ધીમે દબાવો. જેને કારણે તે તમારા મુઠ્ઠી ના આકારના બની જશે. હવે આ મૂઠીયાને એક કૂકરમાં બાફવા માટે મૂકી દો. અંદાજે ૧૫ મિનિટ સુધી મુઠીયા ને બાફ્યા બાદ ગેસ બંધ કરી દો.
હવે બફાઈ ગયેલા આ મુઠીયાને એક પ્લેટ ની અંદર કાઢી લઇ તેના નાના નાના કટકા કરી તેને ઠંડા થવા દો. હવે એક પેન ની અંદર થોડું તેલ લઈ તેમાં રાઈ અને લીમડાનો વઘાર કરો. આ ઉપરાંત તેની અંદર થોડું જીરું પણ ઉમેરો. તેલનો વઘાર થઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી લાલ મરચું. લીલાં મરચાં જરૂર મુજબનું મીઠું ઉમેરી તેની અંદર આ કટકા કરેલા મુઠીયા ને ઉમેરી દો અને મુઠીયા ના કટકાને બરાબર વઘારેલો.
બસ આ રીતે તૈયાર છે દરેકને મનભાવતી નાસ્તાની વાનગી દુધી ના મુઠીયા ઢોકળા. હવે આ ઢોકળાને સર્વિંગ ડિશમાં કાઢી લઇ સોસ, ચટણી કે ચા સાથે ખાઈ શકાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…