નિમક સ્વાદનો રાજા કહેવામાં આવે છે, કેમકે મીઠા વગર આપણી રશોઈ અધુરી છે. તમે ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હોય પરંતુ તેમાં મીઠું ન હોય તો તે ભોજન બેસ્વાદ લાગે છે. આથી જ લોકો પોતાના સ્વાદ અનુસાર ભરપૂર માત્રામાં મીઠું મીઠું ખાવાથી સામાન્ય રીતે કોઈ નુકસાન થતું નથી પરંતુ જો એ મીઠાની માત્રા વધી જાય તો તે આપણા શરીર માટે નુકસાનકારક થઇ શકે છે.
ભોજન બનાવતી વખતે મીઠા નો બીજો એક પર્યાય છે સિંધવ આપણે દરેક જાણીએ છીએ તેને કાળા નમક તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણને સિંધવ કોઇપણ કરિયાણાની દુકાનમાં ખૂબ આસાનીથી મળી જાય છે. બને ત્યાં સુધી ભોજનમાં મીઠાની જગ્યાએ આ કાળા નમક એટલે કે સિંધવ નો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી તમને અનેક રીતે ફાયદો થાય છે તો ચાલો આજે જાણીએ સિંધવ નો ઉપયોગ કરવાના ફાયદા.
સિંધવ આપણને અમુક પ્રકારના ક્ષાર ના પથ્થરમાંથી મળી આવે છે તે સ્વાદમાં એકદમ મીઠા જેવું જ હોય છે પરંતુ ગુણમાં મીઠા કરતાં અનેક રીતે ચડિયાતું હોય છે જો તમે મીઠા ની જગ્યાએ કાલા નમક નો ઉપયોગ કરો તો તમારે રસોઈનો સ્વાદ પણ વધુ લિજ્જતદાર બની શકે છે આ ઉપરાંત સિંધવ નો ઉપયોગ કરવાથી તમને સ્વાસ્થ્યને લગતા અમુક ફાયદાઓ પણ થઈ શકે છે.
પેટની સમસ્યામાં
સિંધવ એ પથ્થરમાંથી મળતું એક દ્રવ્ય છે જેની અંદર અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે તમારા પેટના દરેક પ્રકારના રોગોને દૂર કરે છે. તે પચવામાં ખૂબ જ સુપાચ્ય હોય છે આથી જો મીઠા ની જગ્યાએ સંશોધનો ઉપયોગ કરવામાં આવે તો તમારા પેટની દરેક બીમારીઓ દૂર થાય છે જેને કારણે તમારો ખોરાક ખૂબ આસાનીથી પતી જાય છે અને તમને પેટનો દુખાવો તથા કબજિયાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે
વધુ પડતાં નમકના ઉપયોગના કારણે લોકોમાં બ્લડપ્રેશરની બીમારી સર્જાઇ શકે છે આથી તેને હાર્ટ એટેક આવવાનો ખતરો વધી જાય છે પરંતુ જો ની જગ્યાએ કાળા નિમક નો ઉપયોગ કરવામાં આવે તો લોકોને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
ચામડીને લગતા રોગોમાં
વધુ પડતું મીઠું ખાવાથી માથાના રોગ થવાની સંભાવના વધી જાય છે તમે જોયું હશે કે જે વ્યક્તિ ખૂબ વધારે મીઠું ખાતું હોય તેના શરીર ઉપર અનેક પ્રકારના ઇન્ફેક્શન તથા ખરજવું અને દાદર થાય છે પરંતુ જૂની જગ્યાએ નો ઉપયોગ કરવામાં આવે તો તે આ દરેક બીમારીઓમાંથી છુટકારો અપાવે છે.
દાંતની સમસ્યામાં
સંચળ નો ઊપયોગ આયુવૅદિક બનાવવામાં પણ થાય છે કેમકે સંચળ ની અંદર રહેલા minerals તમારા દાંત સંબંધી દરેક સમસ્યાઓને દૂર કરે છે. તથા જો સિંધવનો દાંત પર હળવા હાથે માલિશ કરવામાં આવે તો તમારા પેઢાને મજબૂત કરે છે તથા દાંતની પીળાશને દૂર કરે છે.
એસિડિટીમાં
સિંધવને પિત પ્રકૃતિ વાળા લોકો માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે કેમકે સિંધવ નો ઉપયોગ કરવાના કારણે લોકોના પેટમાં ઉત્પન્ન થતું પિત્ત ઘટી જાય છે જેને કારણે લોકોને એસિડિટીમાંથી રાહત મળે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.